ટાટા મોટર્સ રૂ. 3.99 લાખમાં મિની- ટ્રક એસ ગોલ્ડ પેટ્રોલ લોન્ચ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/Tata-Ace-Gold-Petrol-CX-scaled.jpg)
ભારતની સૌથી કિફાયતી 4-વ્હીલ કમર્શિયલ વેહિકલ -એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સનું લક્ષ્ય ઊભરતા વેપાર સાહસિકો માટે સૌથી અગ્રતાના મિની- ટ્રક તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવવાનું છે
મુખ્ય રૂપરેખાઃ
· બે પ્રકારમાં મળશેઃ ફ્લેટ બેડ અને હાફ ડેક લોડ બોડી, જેની કિંમત અનુક્રમે રૂ. 3.99 લાખ* અને રૂ. 4.10 લાખ* છે.
· શક્તિશાળી, વિશ્વસનીય અને કાર્યક્ષમ 694 સીસી પેટ્રોલ એન્જિન દ્વારા પાવર્ડ.
મુંબઈ, ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક ટાટા મોટર્સે આજે રૂ. 3.99 લાખ*થી શરૂથતા તેની અત્યંત લોકપ્રિય સ્મોલ કમર્શિયલ વેહિકલ (એસસીવી) એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સનો સંપૂર્ણ નવો પ્રકાર લોન્ચ કર્યો હતો. બે પ્રકારમાં ઉપલબ્ધ ફ્લેટ બેડ પ્રકારની કિંમત આકર્ષક રૂ. 3.99 લાખ* છે,
જ્યારે હાઉ ડેક લોડ બોડી પ્રકારની કિંમત રૂ. 4.10 લાખ* રખાઈ છે. આ નવી કિંમતો સાથે સરળ ફાઈનાન્સિંગ વિકલ્પો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ પ્રથમ વારના કમર્શિયલ વાહનના ઉપભોક્તાઓ માટે ઉત્તમ વિકલ્પ બનાવે છે. ખરીદીની આસાની અને પહોંચક્ષમતા વધારવા માટે ટાટા મોટર્સે રૂ. 7500^ના સૌથી ઓછા માસિક હપ્તા અને 90 ટકા ઓન-રોડ ફાઈનાન્સ સાથે અગાઉ ક્યારેય નહીં તેવી ઓફર ગ્રાહકોને આપવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ભાગીદારી કરી છે.
ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સ પ્રકાર ભારતમાં 2- સિલિંડર એન્જિન દ્વારા પાવર્ડ અને 1.5 ટનથી વધુ કુલ વાહનના વજન સાથે રૂ. 4 લાખની કિંમતો મળનારું એકમાત્ર ફોર- વ્હીલ એસ,સીવી છે. તે ઈંધણ- કાર્યક્ષમ અને વિશ્વસનીય એસ ગોલ્ડ પેટ્રોલ 624 સીસી એન્જિન દ્વારા પાવર્ડ છે. તે ફોર- સ્પીડ ટ્રાન્સમિશનથી સમૃદ્ધ છે.
નવો પ્રકાર મહત્તમ નફો આપે તે રીતે ઘડવામાં આવ્યો છે. બહેતર ગ્રાહકલક્ષી વ્યૂહરચનાઓ સાથે વિકસિત અને ટાટા મોટર્સ દ્વારા પથદર્શક ટેકનોલોજી અને ઈનોવેશન્સની રજૂઆત સાથે એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સ પ્રકાર એસસીવી સેગમેન્ટમાં પરિવર્તનકારી સાબિત થશે.
મિની ટ્રક લાવવામાં આગેવાની કરવા વિશે બોલતાં ટાટા મોટર્સના એસસીવી અને પીયુના પ્રોડક્ટ લાઈનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી વિનય પાઠકે જણાવ્યું હતું કે નવા એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સનું લોન્ચ છોટા હાથીના અદભુત પ્રવાસમાં વધુ એક સિદ્ધિ છે. ટાટા એસ આજ સુધી 23 લાખ ભારતીયોને આજીવિકાનું માધ્યમ આપીને મજબૂત, વિશ્વસનીય અને બહુહેતુક વાહન તરીકે ચાલુ જ છે.
સરકારના આત્મનિર્ભર ભારત ધ્યેય સાથે સુમેળ સાધતાં ટાટા મોટર્સનું લક્ષ્ય આ વાહનના લોન્ચ થકી વેપાર સાહસિક વિચારધારા પ્રેરિત કરવાનું છે. ટાટા મોટર્સ સતત ઉત્ક્રાંતિ પામતી પરિવહનની જરૂરતો સાથે ખભેખભા મિલાવી રાખતાં તેની પ્રોડક્ટ ઓફરોને સતત અપગ્રેડ કરીને કમર્શિયલ વાહન બજારમાં સહજતાથી અવ્વલ રહી છે.
ટાટા મોટર્સનું એસ મંચ લાસ્ટ- માઈલ ટ્રાન્સપોર્ટેશનમાં તેના ગ્રાહકોને સુરક્ષિત, સ્માર્ટ અને મૂલ્યવાન ઓફર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને છેલ્લાં 16 વર્ષમાં સતત ઉત્ક્રાંતિ પામ્યું છે. અમારા નવા ઉમેરા સાથે અમને આશા છે કે ભારતીય વેપાર સાહસિકોની આકાંક્ષાઓને પડખે રહીને ટાટા મોટર્સ એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સને ભારતમાં સૌથી કિફાયતી 4- વ્હીલ કમર્શિયલ વેહિકલ બનાવીશું.
નવી ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સ માર્કેટ લોજિસ્ટિક્સ, ફળો- શાકભાજીઓ, કૃષિ પેદાશો- પીણાં અને બોટલો- એફએમસીજી અને એફએમસીડી માલોનું વિતરણ, ઈ-કોમર્સ, પાર્સલ અને કુરિયર, ફર્નિચર, પેક્ડ એલપીજી સિલિંડર, ડેરી, ફાર્મા, ખાદ્યપદાર્થો,
રેફ્રિજરેટેડ પરિવહન તેમ જ કચરા વ્યવસ્થાપન ઉપયોગ સહિત વિવિધ ઉપયોગમાં તેની વર્સેટાલિટીને કારણે લાસ્ટ- માઈલ ડિલિવરીમાં આગળ રહેવા વચનબદ્ધ છે. ટાટા એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સ ભારતીય ટ્રકિંગ અવકાશમાં સક્ષમ અને નફાકારક લાસ્ટ- માઈલ વિતરણ કરવાની ખાતરી રાખવા અને આગામી વર્ષોમાં લાખ્ખો સફળતાની ગાથાઓ વિકસાવવાની ખાતરી રાખવા માટે સુસજ્જ છે.
અન્ય બધાં ટાટો મોટર્સનાં કમર્શિયલ વાહનોની જેમ નવું એસ ગોલ્ડ પેટ્રોલ સીએક્સને સંપૂર્ણ સેવા 2.0 પહેલનો ટેકો રહેશે, જે વિવિધ વાહન સંભાળ અને સેવા વચન કાર્યક્રમ, વાર્ષિક જાળવણી પેકેજીસ અને રિસેલ તકો આપે છે.
ઉપરાંત 24×7 રોડસાઈડ સહાય-ટાટા એલર્ટ, વર્કશોપ્સમાં સમયબદ્ધ ફરિયાદ નિવારણ વચન ટાટાઝિપ્પી અને 15 દિવસ અકસ્માત સમારકામ બાંયધરી ટાટા કવચ સાથે આવે છે, જે ઝડપી સર્વિસ ટર્નઅરાઉન્ડ સમયની ખાતરી રાખે છે.