ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન જ સંભાળશે એર ઈન્ડિયાનું સુકાન

મુંબઈ, ટાટા સન્સે એર ઈન્ડિયના હસ્તાંતરણ બાદ કરેલ નવા પદાધિકરીની નિમણૂકને સરકારી મંજૂરી ન મળતા અંતે ટાટા સમૂહે ગૃપના વડાને જ હાલ એર ઈન્ડિયાનું સુકાન આપ્યું છે.
ટાટા ગ્રુપ દ્વારા સોમવારે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. એર ઈન્ડિયાના ચેરમેન પદ માટે ચાલી રહેલી લડાઈ વચ્ચે જૂથે સત્તાવાર રીતે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનને જ એરલાઈનના નવા ચેરમેન તરીકે ચૂંટ્યા છે
આ સંદર્ભમાં જાહેર કરાયેલા અહેવાલ મુજબ સોમવારે મળેલી બોર્ડ બેઠકમાં ચંદ્રશેખરનની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી.
અહેવાલમાં ઉમેરાયું છે કે જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનના ભૂતપૂર્વ સીએમડી એલિસ ગેવર્ગીસ વૈદ્યનને પણ બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે સામેલ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટાટા સન્સના ચેરમેન તરીકે ચંદ્રશેખરનની બીજી વખત નિમણૂક ફેબ્રુઆરી, 2022માં જ કરવામાં આવી હતી. ફરી તેમને પાંચ વર્ષ માટા ટાટા સમૂહનું સુકાન આપવામાં આવ્યું હતુ અને હવે એર ઈન્ડિયાને ખોટના પહાડમાંથી ફરી ટાટાની લીડરશીપમાં આસમાનની નવી ઉંચાઈએ પહોંચાડવાની જવાબદારી પણ આવી છે.