Western Times News

Gujarati News

ટાટા સ્કાયે ગુજરાતી સિનેમા સર્વિસ લોન્ચ કરીઃ શેમારુ સાથે ભાગીદારી

શેમારુ સાથે ભાગીદારી દ્વારા માસિક રૂ. 45ની કિંમતે એડ-ફ્રી, હાઇ ક્વોલિટી, ગુજરાતી બ્લોકબસ્ટર મૂવીઝ, નાટકો, ગીતો અને આનુષાંગિક કન્ટેન્ટ ઉપલબ્ધ

અમદાવાદ, 6 નવેમ્બર, 2019 – ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા સ્કાયે ફરી એકવાર પોતાની પ્રાદેશિક ભાષાના સેવાઓનો પોર્ટફોલિયો વિસ્તાર્યો છે અને તે દર્શકો વચ્ચે પોતાની ઉપસ્થિતિને વધુ મજબૂત કરવા માટે સજ્જ છે. અગ્રણી મૂવી કન્ટેન્ટ પ્રોવાઇડર્સ પૈકીના એક શેમારુ સાથે ભાગીદારી કરીને ટાટા સ્કાય ગુજરાતી સિનેમાએ 800થી વધુ કલાકની ગુજરાતી કન્ટેન્ટ લોન્ચ કરી છે, જેમાં 160થી વધુ મૂવીઝ અને 250થી વધુ નાટકોની રેડી લાઇન-અપ સામેલ છે, જે શહેરી અને ગ્રામિણ દર્શકોને સેવાઓ પૂરી પાડશે. આ લાઇબ્રેરીમાં કોમેડી, કુકરી શો, ભક્તિ ગીતો અને ગુજરાતી સિનેમાના ટોચના કલાકારો સાથેના ચેટ શો સહિતની આનુષંગિક કન્ટેન્ટ પણ સામેલ છે.

શહેરમાં તેના લોન્ચ પ્રસંગે જાણીતા સેલિબ્રિટિઝ અમી ત્રિવેદી અને કમલેશ ઓઝા સાથે ટાટા સ્કાયના ચીફ કન્ટેન્ટ ઓફિસર અરૂણ ઉન્ની ઉપસ્થિત રહ્યાં હતાં.

આ નવી સેવાઓ દર્શકોને હાઇ ક્વોલિટી બ્લોકબસ્ટર અને વિવેચકો દ્વારા વખાણવામાં આવેલી મૂવીઝ અને મેગા સ્ટાર કાસ્ટ સહિતના નાટકોની એડ-ફ્રી એક્સેસ સાથે અવિરત મનોરંજનનો અનુભવ પૂરો પાડશે. આ ઉપરાંત તે દર મહિને બે નવી ગુજરાતી મૂવી તથા પ્લે પ્રીમિયર્સ પણ ઓફર કરશે, જે ટેલીવિઝન ઉપર અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી.

આ લોન્ચ પ્રસંગે ટાટા સ્કાયના ચીફ કન્ટેન્ટ ઓફિસર અરૂણ ઉન્નીએ જણાવ્યું હતું કે, “ગુજરાતી દર્શકો સિનેમા અને થિયેટરને હંમેશા તેમના હ્રદયની નજીક રાખે છે તથા મનોરંજન પ્રત્યેનો તેમનો પ્રેમ ઉભરતાં ફિલ્મ અને થિયેટર ઉદ્યોગમાં પ્રતિબિંબિત થાય છે. મનોરંજનની વૈવિધ્યસભર ઓફરિંગ્સને ધ્યાનમાં રાખતાં અમે ઇન્ડસ્ટ્રીમાં સિંગલ પ્લેટફોર્મની સૌથી પહેલી પહેલ કરી છે, જેમાં બ્લોકબસ્ટર મૂવીઝ અને વિવેચકો દ્વારા વખાણાયેલા નાટકો જોવા મળશે. ટાટા સ્કાય ગુજરાતી સિનેમા સાથે અમે દર્શકોને ઘરે બેઠાં-બેઠાં ગુજરાતી ફિલ્મો અને નાટકો જોવાનો શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.”

ટાટા સ્કાય ગુજરાતી સિનેમા ગ્રાન્ડ હળી, ચોર બની થનગટ કરે, નટસમ્રાટ, છુટી જશે છક્કા વગેરે જેવી બ્લોકબસ્ટર મૂવીઝ સાથે 160થી વધુ ડ્રામા, રોમાન્સ, કોમેડી અને થ્રિલર મૂવીઝ ઓફર કરે છે. લાઇબ્રેરીમાં અન્ય બ્લોકબસ્ટર મૂવીઝમાં કાચિંડો, નક્કામા, માય ડિયર બબુચક, ફેકબુક ધમાલ વગેરે સામેલ છે.

અભિનેત્રી અમી ત્રિવેદીએ જણાવ્યું હતું કે, “ગુજરાતી સિનેમા માટે આ અત્યંત રસપ્રદ તબક્કો છે કારણકે ઇન્ડસ્ટ્રી નવી થીમનો પ્રયોગ કરી રહી છે અને આ પ્રક્રિયામાં સામાજિક મુદ્દાઓને દર્શાવી રહી છે. જૂની અને નવી ફિલ્મો તથા નાટકોની મજા માણવા માટે સિંગલ પ્લેટફોર્મનો ખ્યાલ મને પસંદ પડ્યો છે, જે ટાટા સ્કાય ગુજરાતી સિનેમાને આભારી છે.”

પ્રતિભાશાળી અભિનેતા કમલેશ આઝાએ ઉમેર્યું હતું કે, “આજના સમયમાં દર્શકો રિલિઝ થયાંના થોડા જ સમયમાં જોવા માગે છે ત્યારે ઘણાં દર્શકો તેમના શહેરમાં થિયેટર રિલિઝના અભાવે તેમની પસંદગીની મૂવીઝ જોવાનું ચૂકી જાય છે. ટાટા સ્કાય ગુજરાતી સિનેમા સાથે લોકો તેમના ટેલિવિઝનની સાથે-સાથે ફોન ઉપર પણ સરળતાથી શ્રેષ્ઠ ફિલ્મો અને નાટકોની મજા માણી શકશે.”

આ સર્વિસમાં 250થી વધુ નાટકોની લાઇબ્રેરી છે તેમજ દરરોજ બે નવા નાટકો ઉમેરાય છે અને દર મહિને બે નાટકોના પ્રીમિયર્સ ઉમેરાય છે, જેમાં અક્કલ બડી કે કેશ, બા હુ તને ક્યાં રાખું, બા મારી મધર ઇન્ડિયા વગેરે સામેલ છે. પ્લે બેન્કમાં કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા અને સંજય ગોરડિયાને દર્શાવતાં 20થી વધુ નાટકો છે.

ટાટા સ્કાય ગુજરાતી પ્રાદેશિક મૂવી કન્ટેન્ટની વધતી લોકપ્રિયતા અને માગને પૂર્ણ કરવા માટે અવિરત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત મનોરંજન પૂરી પાડીને ટાટા સ્કાયની પ્રાદેશિક સિનેમા સેવાને વધુ મજબૂત બનાવે છે. આ પ્રયાસ હેઠળ પ્રાદેશિક સેવાઓમાં છ સેવાઓ – ટાટા સ્કાય તેલુગુ સિનેમા, ટાટા સ્કાય તમિલ સિનેમા, ટાટા સ્કાય ભોજપુરી સનિમા, ટાટા સ્કાય બાંગ્લા સિનેમા, ટાટા સ્કાય પંજાબ દે રંગ અને ટાટા સ્કાય મરાઠી સિનેમા પહેલેથી જ સામેલ છે.

ટાટા સ્કાય ગુજરાતી સિનેમા માસિક રૂ. 45ના ખર્ચે હવે #1703 (SD) ઉપર તમામ સબસ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ છે. આ સેવાઓ ટાટા સ્કાય મોબાઇલ એપ ઉપર પણ ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.