ટાટા સ્ટારબસ- ભારતની ફેવરીટ બસ 1 લાખ ગ્રાહકો પ્રાપ્ત કર્યાની ઉજવણી કરી
વિવિધ ઉપયોગમાં ઉપલબ્ધ અત્યાધુનિક બસ વિશ્વસનીયતા, આરામદાયક પ્રવાસ અને ડ્રાઈવિંગમાં આસાની માટે તૈયાર કરવામાં આવી છે
મુંબઈ, ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સ 1 લાખ સ્ટારબસ ગ્રાહકો પ્રાપ્ત કર્યા તેની ઉજવણી કરે છે. ટાટા સ્ટારબસ દેશમાં સૌથી વધુ વેચાતી ફુલ્લી- બિલ્ટ બસ બ્રાન્ડ છે અને પ્રવાસી આરામ, વિશ્વસનીયતા અને ડ્રાઈવિંગમાં આસાની સાથે પ્રતિકાત્મક છે.
સ્ટારબસ મંચ સ્ટાફ, સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન જેવા ઘણા બધા ઉપયોગ માટે ઉત્તમ અનુકૂળ વિવિધ કોન્ફિગ્યુરેશન્સમાં મળે છે અને દેશના જાહેર પરિવહન ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ પાયો છે. સ્ટારબસ ઈલેક્ટ્રિક બસ તરીકે પણ ઉપલબ્ધ છે અને ભારતનાં અનેક શહેરોમાં સફળતાથી દોડે છે. સ્ટારબસ તેના માલિકીના ઓછા ખર્ચ અને ઉચ્ચ નફાશક્તિ માટે અનેક ફ્લીટ ઓપરેટર્સ માટે બસની અગ્રતાની અગ્રતાની પસંદગી છે.
સ્ટારબસની સફળતા આલેખિત કરતાં ટાટા મોટર્સના બસીસના પ્રોડક્ટ લાઈનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રોહિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અમે ભારતીય રસ્તાઓ પર 1 લાખ સ્ટારબસ વાહનોનું નોંધપાત્ર માઈલસ્ટોન ઊજવી રહ્યા હોઈ અમારે માટે ગૌરવજનક અવસર છે અને અમારા ગ્રાહકો પાસેથી આ દાખલારૂપ છે.
ટાટા સ્ટારબસે સ્ટાફ પરિવહન ઉપયોગમાં લક્ઝરી પ્રવાસ અનુભવ અને સ્કૂલ બસ તરીકે સુરક્ષિત અને વિશ્વસનીય પ્રવાસ ઓફર કરતાં ઉદ્યોગમાં સૌથી વર્સેટાઈલ બસ તરીકે સિદ્ધ થઈ છે. ટાટા સ્ટારબસ કમર્શિયલ વાહન ઉદ્યોગમાં સૌથી મજબૂત બ્રાન્ડમાંથી એક બની છે અને ભારતના પરિવહન ક્ષેત્રમાં આંતરિક હિસ્સો છે. અમે ટાટા મોટર્સમાં તેમના એકધાર્યા વિશ્વાસ માટે અમારા બધા ગ્રાહકોનો મનઃપૂર્વક આભાર માનીએ છીએ.
સ્ટારબસ સાથે ટાટા મોટર્સે ભારતમાં ઓઈએમ- બિલ્ટ બસ સંકલ્પના રજૂ કરી છે. ટાટા માર્કોપોલોના બોડી બિલ્ડિંગમાં ઊંડા જ્ઞાનનો લાભ લેતાં સ્ટારબસ સુંદર દેખાતી બોડી અને મોડ્યુલર શિલ્પ ધરાવે છે, જે બહેતર ગ્રાહક અનુભવની બાંયધરી આપવા સાથે ફ્લીટ માલિકો માટે મહત્તમ મહેસૂલ ઊપજાવવાની સંભાવના ધરાવે છે.
સ્ટારબસ મંચ વર્ષોનાં વહાણાં વીતવા સાથે સતત ઉત્ક્રાંતિ પામી રહ્યું છે અને તેના સમયની આગળ ઉદ્યોગમાં વ્યૂહાત્મક રીતે ઓળખ બનાવી છે અને વ્હાઈટસ્પેસીસ ભરી રહી છે. ટાટા સ્ટારબસ પરિવાર ગ્રાહકોની વધતી જરૂરતોને પહોંચી વળવા માટે નવાં સમાધાન વિકાસવવાનું અને ઓફર કરવાનું ચાલુ રાખશે.
સ્ટારબસ પરિવાર ટાટા મોટર્સ પાવરની 6 ફિલોસોફીનું પાલન કરે છે, જેમાં વધુ નફો, બહેતર કામગીરી, વધુ આરામ અને સુવિધા, સુધારિત ડિઝાઈન અને ઉચ્ચ મૂલ્યનો સમાવેશ થાય છે. તે અપટાઈમ વધુ વધારવા અને માલિકીનો કુલ ખર્ચ ઓછો કરવા માટે મહત્તમ ફ્લીટ મેનેજમેન્ટ માટે ટાટા મોટર્સનું ભાવિ પેઢીનું ડિજિટલ સમાધાન ફ્લીટ એજના સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ સાથે પણ આવે છે.
ટાટા મોટર્સ સંપૂર્ણ સેવા અને ટાટા સમર્થ ઓફર કરે છે, જં કંપનીની કમર્શિયલ વાહનના ડ્રાઈવરના કલ્યાણ, અપટાઈમ બાંયધરી, ઓન-સાઈટ સર્વિસ, કસ્ટમાઈઝડ વાર્ષિક મેઈનટેનન્સ અને ફ્લીટ મેનેજમેન્ટ સમાધાન તેમ જ અન્ય લાભો પ્રત્યે કટિબદ્ધ છે.