ટાબરિયા ગેંગે શિક્ષિકાના પર્સમાંથી ૪૦ હજાર રૂપિયા સરકાવી બાઈક પર રફુચક્કર
રાજ્યમાં સબ સબસલામાતનાં દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. બીજીબાજુ ચોરી,લૂંટ હત્યા,અપહરણ અને દુષ્કર્મના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અસામાજિક તત્વોને કાયદાનો અને ખાખી વર્દીનો કોઈ ખોફ જ ન હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે આવીજ એક ઘટના ભિલોડામાં સર્જાઈ છે.
જેમાં ભિલોડામાં આવેલી ધી સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકમા રૂપિયા ઉપાડવા આવેલ શિક્ષિકાના પર્સમાંથી સગીર જેવા દેખાતા ત્રણ ગાંઠિયામાંથી એક સગીરે ૪૦ હજાર રૂપિયા સેરવી લેતા શિક્ષિકાને ધ્યાને આવતા બુમાબુમ કરતા બેંક સ્ટાફ પીછો કરે તે પહેલા ત્રણે સગીરો બાઈક પર બેસી રફુચક્કર થઇ જતા મહિલા બેબાકળી બની હતી ભિલોડા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બેંકના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગના આધારે ટાબરિયાં ગેંગને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા હતા
ભિલોડા બજારમાં આવેલી ધી.સાબરકાંઠા મધ્યસ્થ સહકારી લી.ની બ્રાન્ચમાં વિજયનગર કણાદર રહેતા અનિતાબેન દેવજીભાઈ મોરી નામની શિક્ષિકાએ તેમના ખાતામાંથી ૪૦ હજાર રૂપિયા ઉપાડી પર્સમાં મુક્યા હતા અને નવી ચેકબુક માટે જૂની ચેકબુકની સ્લીપ આપી રહ્યા હતા
ત્યારે તેમની પાછળ ઉભેલો સગીર શિક્ષિકાના પર્સમાંથી ૪૦ હજાર રૂપિયા સરકાવી લેતા શિક્ષિકાએ બુમાબુમ કરતા બેંક કર્મચારીઓ અને ગ્રાહકો ચોરી કરનાર સગીરને પકડે તે પહેલા તેની સાથે રહેલા બે સગીર સાથે બાઈક પર રફુચક્કર થઇ જતા મહિલા સહીત બેંકના કર્મચારીઓ ચોકી ઉઠ્યા હતા.
ધોળે દિવસે ટાબરિયાં ગેંગ સક્રિય થઇ બેન્કમાંથી ગ્રાહકના રૂપિયા સરકાવી લેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આ અંગે મહિલાએ ભિલોડા પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી શિક્ષિકાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી બેંકમાં રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી ટાબરિયાં ગેંગને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી