ટાર્ગેટ કિલિંગ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ખોરવવાનું પાકિસ્તાનનું કાવતરું

જમ્મુ,જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક વર્ષમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી રહી છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કર્યા પછી શાંતિ સ્થાપવાના કેન્દ્રના પ્રયાસોને ફટકો પહોંચાડવા માટે પાકિસ્તાને કાવતરું ઘડીને કાશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતો અને હિન્દુઓનું ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે.પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ, તેના સૈન્ય અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં સ્થિત આતંકી સંગઠનોએ સંયુક્તપણે હિન્દુઓનું ટાર્ગેટ કિલિંગ શરૂ કર્યું છે.
તેમણે આ કાવતરાંને ‘ઓપરેશન રેડ વેવ’ નામ આપ્યું છે. પાકિસ્તાને લશ્કરી શાસત જનરલ ઝિયા-ઉલ-હકના નેતૃત્વમાં ૧૯૮૦-૯૦ના દાયકામાં આવું જ ‘ઓપરેશન તુપાક’ હાથ ધર્યું હતું. તે સમયે પણ તેના આ ઓપરેશનથી કાશ્મીર ખીણમાં મોટી સંખ્યામાં કાશ્મીરી પંડિતોના મોત થયા હતા અને કાશ્મીર ખીણમાં ભારે વિનાશ વેરાયો હતો.
પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના લોકોનો સૌથી મોટો દુશ્મન છે અને તે કાશ્મીર ખીણમાં ‘અફઘાનિસ્તાન જેવી સ્થિતિ’ ઊભી કરવા માગે છે. પરંતુ ઓપરેશન રેડ વેવની હાલત પણ ઓપરેશન તુપાક જેવી થશે તેમ આર્મીના સૂત્રોએ દાવો કર્યો છે.HS2KP