ટિંટોઈની શ્રી પી.એમ.કોઠારી હાઈસ્કૂલમાં બાળકોનો શુભેચ્છા સમારંભ યોજાયો
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના ટિંટોઈ ગામની શ્રી ટિંટોઈ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી.એમ.કોઠારી હાઈસ્કૂલમાં ધોરણ-૧૦ અને ૧૨ માં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આગામી લેવાનાર ગુ.મા.શિ. અને ઉ.મા.શિ. બોર્ડની જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે
તે તમામ બાળકોનો શુભેચ્છા વિદાય સમારંભ માનનીય અમિતકુમાર પરમાર ડે.કલેકટરશ્રી, અરવલ્લીના અધ્યક્ષ સ્થાને યોજાયો. મહારાષ્ટ્ર, મુંબઈ સામૈયા કોલેજ પૂર્વઆચાર્યાશ્રી ડો. સુધાબેન વ્યાસ, પૂર્વપ્રમુખશ્રી ગજાનન ઠાકર, સંસ્થાના ચેરમેનશ્રી પ્રહલાદસિંહજી ચંપાવત (ટોમબાપુ), મોહમદભાઈ શેખ,
સરપંચશ્રી કાદરભાઈ, આચાર્યશ્રી વિજયકુમાર ભટ્ટ, શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફગણ સૌ ઉપસ્થિત રહી પરીક્ષા આપનાર બાળકો બેસ્ટ શિક્ષણ લઈ પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ ઉચ્ચ પરિણામ લાવી ઉચ્ચ કારકિર્દી હાંસલ કરી ખૂબ આગળ વધો તેવી અંતઃકરણ શુભેચ્છા પાઠવી રિશિપ્ટ હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવી.
શુભેચ્છા પેન પ્રતિક આપવામાં આવી. બેસ્ટ શિક્ષણ આપનાર તમામ સ્ટાફ મિત્રોને સંસ્થાના ચેરમેનશ્રીએ બિરદાવી અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઈઝર જયદીપસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું..