ટિકટોકરે કિવમાં યુક્રેનિયન સેનાના સ્થાનનો વીડિયો બનાવ્યો, 8 લોકોએ જીવ ગુમાવ્યો
આ ઘટના પછી, છોકરાનો અન્ય એક વીડિયો સામે આવ્યો, જેમાં તેણે તેના કૃત્ય માટે માફી માંગી અને યુક્રેનિયન લોકોને આ વીડિયો ટિકટોક પર ન મૂકવાની અપીલ કરી અને કહ્યું કે આ વીડિયો રશિયન દળોને ગુપ્ત માહિતી આપે છે.
કીવ, રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં દરેક વ્યક્તિ પોતાના સ્તરેથી યુક્રેનને સમર્થન આપી રહ્યા છે. ગૂગલ અને સ્પેસએક્સ જેવી કંપનીઓ પણ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને સપોર્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ યુક્રેનના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર સેંસેશન ફેલાવવા માટે તેના દેશની બાતમીદારી કરી દીધી. હવે યુક્રેનની સેના દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
ટિકટોકર યુક્રેનની રાજધાની કિવનો રહેવાસી છે અને તેણે શહેરના એક વ્યસ્ત સુપરમાર્કેટની સામે પોતાનો ટિકટોક વીડિયો બનાવતી વખતે ત્યાં પાર્ક કરેલી કાર અને લોકોની લાઈન વિશે જણાવ્યું. આ વીડિયો પછી તરત જ વિસ્ફોટ થયો અને ૮ લોકોના મોત થયા.
આ ઘટના કિવના રેટ્રોવિલે મોલની છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે આ વિસ્તારમાં કરવામાં આવેલા લાંબા અંતરના મિસાઈલ હુમલાની માહિતી આપી હતી, ત્યારબાદ ટિકટોક વીડિયો બનાવનાર છોકરાને યુક્રેન દ્વારા પકડી લેવામાં આવ્યો છે. હવે તે તેની ભૂલ હતી કે જાણી જાેઈને કરવામાં આવ્યું હતું, તે કહી શકાય નહીં, પરંતુ યુક્રેનની સેના હાલમાં તેને દેશદ્રોહી બાતમીદાર માની રહી છે.
સુરક્ષા સેવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે – ‘ટિકટોકરે તાજેતરમાં જ ઇન્ટરનેટ પર કિવમાં યુક્રેનિયન સેનાના સ્થાનનો વીડિયો બનાવ્યો’. આના તરત પછી જ ત્યાંના શોપિંગ મોલને નિશાન બનાવીને રશિયાએ હુમલો કર્યો હતો.
આ ઘટના પછી, છોકરાનો અન્ય એક વીડિયો સામે આવ્યો, જેમાં તેણે તેના કૃત્ય માટે માફી માંગી અને યુક્રેનિયન લોકોને આ વીડિયો ટિકટોક પર ન મૂકવાની અપીલ કરી અને કહ્યું કે આ વીડિયો રશિયન દળોને ગુપ્ત માહિતી આપે છે.
કિવના મેયરે લોકોને કોઈપણ પ્રકારની ફોટો અને વિડિયોગ્રાફી અંગે પણ સૂચના આપી છે. રશિયા તરફથી આ મામલાને લઈને એવું કહેવામાં આવ્યું છે કે તેઓએ એક બંધ મોલને નિશાન બનાવ્યું હતું અને તેનો વીડિયો સાથે કોઈ સંબંધ નથી.SSS