ટિકરી બોર્ડર પર પ્રદર્શનકારીઓએ ૨૫ જેટલા પાકા મકાન બનાવ્યા
નવીદિલ્હી: ત્રણેય કૃષિ કાનુનોને રદ કરવાની માંગને લઇ પંજાબ હરિયાણા અને ઉત્તરપ્રદેશ સહિત અનેક કિસાનોના ધરણા પ્રદર્શન સિંધુ ટીકરી શાહજહાંપુર અને ગાજીપુર બોર્ડર પર જારી છે.સતત ઘટતી સંખ્યાની વચ્ચે પણ ચારેય બોર્ડર પર કિસાન જમા છે અને ત્રણ કાનુનોને પાછા લેવાની માંગ કરી રહ્યાં છે કિસાન આંદોલનકારીઓ દ્વારા સોનીપતમાં જીટી રોડ પર પાક્કું નિર્માણ કર્યા બાદ હવે ટીકરી બોર્ડર પર પણ આવો જ નજારો સામે આવ્યો છે અહીં કિસાન સોશલ આર્મીએ સ્થાયી નિર્માણ બનાવી લીધા છે અને અનેક જગ્યો પર નિર્માણ જારી છે.
આ નિર્માણને લઇ કિસાન સોશલ આર્મીથી જોડાયેલ અનિલ મલિકે કહ્યું કે અહીં નિર્મિત ઘર પાકકી રીતે મજબુતીની સાથે બનાવવામાં આવ્યા છે જેવા કે પ્રદર્શનકારી,કિસાનોના હોંસંલા છે મલિકે કહ્યું કે ટીકરી બોર્ડર પર અત્યાર સુધી ૨૫ પાક્કા ઘર બનાવવામાં આવ્યા છે ૧૦૦૦-૨૦૦૦ સુધી વધુ ઘર આ રીતે બનાવવામાં આવશે
દરમિયાન સોનીપત ખાતે જી ટી રોડ પર પણ પંજાબની કિસાન જત્થેબંધીના નેતા મનજીત રાયે પણ સ્વીકાર કર્યો કે તેમની જત્થેબંધી અહીં પાક્કા નિર્માણ કરાવી રહી છે તેમણે પડકાર આપતા કહ્યું કે જાે કોઇનામાં હિમ્મત છે તો તેને રોકી બતાવે.મનજીત રાયે તો ત્યાં સુધી કહ્યું કે ત્રણેય નવા કૃષિ કાનુનોથી જેટલું નુકસાન અમારૂ થશે તેની ભરપાઇ અહીંથી કરી લેવામાં આવશે તેમણે કહ્યું કે જેટલું નુકસાન થશે
તેટલું અમે અહીં કબજાે કરી બેસી જઇશું અને પ્લોટ પણ બનાવીશું સુત્રોના જણાવ્યા અનુસાર જી ટી રોડની પાનીપત દિલ્હી લેન પર મુખ્ય મંચથી થોડે દુર ઇટ સીમેંટથી રૂમ બનાવવામાં આવી રહ્યાં છે હાલ પાયા પર કામ ચાલી રહ્યું છે.કહેવાય છે કે આંદોલનકારીઓ માટે રૈન બસેરાની જેમ રૂમ બનાવવામાં આવી રહ્યાં છે ચારે બાજુ મોટીની દિવાસ અને ઉપર પરાલીની છત બનાવવાની તૈયારી છે જીટી રોડ પર ચાલી રહેલ પાક્કા નિર્માણને અટકાવવા પહોંચેલા અધિકારીઓનું પણ કોઇ સાંભળતુ નથી અધિકારી જાય પછી નિર્માણ શરૂ થઇ જાય છે