ટિકૈટ અને તેમના પુત્ર ચરણ સિંહ પર ખેડૂતની જમીન હડપવાનો આરોપ
મુઝફફરનગર: ભારતીય કિસાન સંઘનાં રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈટ અને તેમના પુત્ર ચરણ સિંહ પર ખેડૂતની જમીન હડપવાનો આરોપ લાગ્યો છે. અહેવાલો મુજબ, ટિકૈત અને તેના પુત્ર પર મુઝફ્ફરનગરમાં એક ખેડૂતની લાખો રૂપિયાની જમીન ગેરકાયદેસર રીતે કબજે કરી હતી અને ખેતરમાં પાકને નાશ કરવાનો આરોપ છે. પીડિત પરિવારે જિલ્લા વહીવટી તંત્ર તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ન્યાય માટે અપીલ કરી છે અને રાકેશ ટિકૈત સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સમગ્ર મામલો મુઝફ્ફરનગર જિલ્લાનાં શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કિનૌની ગામનો છે. અહીં રહેતી સુશીલા દેવી અને તેનો પુત્ર વિનીત બાલિયાનએ દાવો કર્યો છે કે તેમની ૩ વીઘાથી વધુ જમીન રેલ્વે સંપાદન હેઠળ આવી હતી. ૩૦ મેની રાત્રે, રાકેશ ટિકૈત અને તેના પુત્ર ચરણસિંહે ગેરકાયદેસર રીતે તેમના ખેતરમાં કબજાે કર્યો હતો,
જેમાં ઉભા પાકને નાશ કર્યો હતો. પીડિત પરિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ન્યાય માટે અપીલ કરી છે. પરિવારનું કહેવું છે કે જિલ્લા વહીવટી તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં રાકેશ ટિકૈત અને તેના પુત્ર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિત સુશીલા દેવીએ રાકેશ ટિકૈટ પર આરોપ લગાવતા કહ્યું કે રાકેશ ટિકૈત ખેડૂત નેતા નથી પરંતુ ખૂબ જ મોટો ભૂમાફિયા છે. તેઓ નાના ખેડૂતોની જમીન પર કબજાે કરે છે.
આપને જણાવી દઈએ કે, દિલ્હીની સરહદ પર, ખેડૂત સંગઠનો કૃષિ નિયમ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. ભારતીય કિસાન સંઘનાં રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, સરકારે કૃષિ કાયદા પાછા લેવા પડશે. જણાવી દઇએ કે, ગત વર્ષે ૨૬ નવેમ્બરથી નવા ત્રણ ઘડવામાં આવેલા કૃષિ કાયદાઓ સામે ખેડૂતો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની વિવિધ સરહદો પર વિરોધ કરી રહ્યા છે. ખેડૂત ઉત્પાદ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) અધિનિયમ, ૨૦૨૦, ભાવોની ખાતરી અને કૃષિ સેવાઓ અધિનિયમ ૨૦૨૦ અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારો) અધિનિયમ, ૨૦૨૦ નાં ખેડૂત સશક્તિકરણ અને સુરક્ષા કરારને લઇને સરકારનો વિરોધ કરી રહ્યા છે.