ટિ્વન્સ ભાઈઓ અલગ અલગ વર્ષમાં જન્મ્યા
અનોખો કિસ્સો: એકનો બર્થ ડે પિતા સાથે
તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું, મારા દીકરાઓ જન્મી ચૂક્યા છે, આ બંને એટલા ખાસ છે કે તેમના જન્મનું વર્ષ પણ સમાન નથી
નવી દિલ્હી,ટિ્વન્સ બાળકોના જન્મના કેટલાય કિસ્સા તમે વાંચ્યા કે સાંભળ્યા હશે પરંતુ અહીં તમને એવો કિસ્સો જણાવીશું જે અંચબિત કરી શકે છે. હાલમાં જ એક મહિલાએ ટિ્વન્સને જન્મ આપ્યો છે પરંતુ તે બંનેનો જન્મ સમય જ નહીં જન્મતારીખ અને વર્ષ પણ જુદા જુદા છે. એટલે આમ જોવા જઈએ તો આ ટિ્વન્સ બાળકો એક વર્ષના અંતરે જન્મ્યા છે તેવું કહી શકાય.
આ કપલે પોતાની સાથે બનેલા અનોખા કિસ્સાનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો છે. અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા ઈવ અને બિલી હમ્ફ્રે થોડા દિવસ પહેલા જ ટિ્વન્સ બાળકોના પેરેન્ટ્સ બન્યા છે. બિલીએ ‘ગુડ મો‹નગ અમેરિકા’ નામની વેબસાઈટને આપેલા ઈવ્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેની પત્ની ઈવને લેબર પેઈન થતાં તેને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. ઈવે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ની રાત્રે ૧૧.૪૮ કલાકે પહેલા દીકરાને જન્મ આપ્યો.
તેનું નામ ‘એજ્રા’ છે. ૪૦ મિનિટ બાદ કપલના બીજા દીકરા ‘એઝેકિલ’નો જન્મ થયો. એઝેકિલ ૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૧૨.૨૮ કલાકે જન્મ્યો. બંને બાળકોના જન્મ વચ્ચેનું ૪૦ મિનિટનું અંતર જ એક વર્ષના ગાળામાં ફેરવાઈ ગયું. બિલીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના બંનેદીકરાઓ સાથેની તસવીર શેર કરી છે. તસવીર સાથે તેણે કેપ્શનમાં લખ્યું, “મારા દીકરાઓ જન્મી ચૂક્યા છે. આ બંને એટલા ખાસ છે કે તેમના જન્મનું વર્ષ પણ સમાન નથી.
એજ્રાનો જન્મ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ થયો છે અને તે પપ્પા સાથે પોતાનો જન્મદિવસ શેર કરે છે. જ્યારે એઝેકિલનો જન્મ ૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થયો છે.” વેબસાઈટ સાથે વાત કરતાં બિલીએ કહ્યું, “અમને ખબર હતી કે અમે ટિ્વન્સના પેરેન્ટ્સ બનવાના છીએ પરંતુ આ ૪૦ મિનિટના અંતરે બંને બાળકોની જન્મતારીખ અલગ કરી નાખી.” રસપ્રદ વાત તો એ છે કે, ૩૪ વર્ષના બિલીનો બર્થ ડે પણ ૩૧ ડિસેમ્બરે આવે છે.
બિલી ઈચ્છતો હતો કે, તેના ટિ્વન્સનો જન્મ ૩૧ ડિસેમ્બરે થાય. એવામાં એક દીકરો તેના જન્મદિવસે જ જન્મતાં તે ખૂબ ખુશ છે. બિલીએ વાત આગળ વધારતાં કહ્યું, “મારી બર્થ ડે પર દીકરાઓ જન્મવાની સંભાવના વિશે વિચારીને જ હું ખૂબ ઉત્સાહિત હતો. તેઓ મારા બર્થ ડેના દિવસે જન્મશે કે નહીં તેની ખાતરી નહોતી પરંતુ એક દીકરો મારી સાથે જન્મદિવસ શેર કરે છે તે ઈશ્વરની કૃપા અને સૌથી સારી ભેટ છે.”
ઈવે પણ એ દિવસને યાદ કરતાં કહ્યું, “મારી વોટર બેગ તૂટતાં મેં બિલીને કહ્યું હતું કે, હેપ્પી બર્થ ડે. મને લાગે છે આપણે હોસ્પિટલ જવાનો સમય આવી ગયો છે.” ઉલ્લેખનીય છે કે, બિલી અને ઈવનો ત્રણ વર્ષનો એક દીકરો પણ છે. આ દંપતી હવે ત્રણ દીકરાઓના પેરેન્ટ્સ છે.
આ સિવાય અમેરિકાના કનેટિકિટમાં પણ એક દંપતી સાથે આવું જ બન્યું છે. માઈકલ અને આલિયા કિયોમી મોરિસ નામના દંપતીના ત્યાં પણ ટિ્વન્સનો જન્મ થયો છે. તેમના દીકરા સેવન મોરિસનો જન્મ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રાત્રે ૧૧.૫૯ કલાકે થયો હતો. જ્યારે કપલની દીકરી સોલી મોરિસનો જન્મ મધરાત્રે ૧૨.૦૨ કલાકે થયો હતો. સોલી જન્મી ત્યારે તારીખ અને વર્ષ બદલાઈ ગયા હતા. સોલીનો જન્મ ૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ થયો છે.ss1