Western Times News

Gujarati News

ટિ્‌વટરની નાની એવી ચકલીએ રવિશંકર પ્રસાદની બલિ લીધી

નવીદિલ્હી: પીએમ મોદી બુધવારે પોતાના નવા મંત્રી પરિષદનો વિસ્તાર કર્યો છે. આ વિસ્તારમાં કેટલાય નવા ચહેરાઓને સ્થાન મળ્યુ છે. જ્યારે નવી ટીમ બનાવવાની મથામણમાં કેટલાય દિગ્ગજ નેતાઓની બલિ પણ આપવામાં આવી છે. વરિષ્ઠ નેતાઓને છૂટી થતાં સોશિયલ મીડિયા પર પણ લોકો કટાક્ષ કરી રહ્યા છે. આ નામોમાં સૌથી ચોંકાવનારુ નામ છે આઈટી મીનિસ્ટર રવિશંકર પ્રસાદનું. માનવામાં આવી રહ્યુ છે કે, મંત્રી પરિષદના નિર્માણમાં આગામી વર્ષે યોજાનારા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવામાં આવ્યો છે.

મંત્રી પરિષદના વિસ્તરણને લઈને ટીવી ડિબેટમાં ગત રોજનો દિવસ ખૂબ જ ગરમાગરમીવાળો રહ્યો હતો. આવી જ એક ડિબેટમાં વરિષ્ઠ પત્રકાર પુપ્ષેન્દ્ર કુલશ્રેષ્ઠે કહ્યુ હતુ કે, ટિ્‌વટર નામની એક નાની એવી કંપનીએ ઉપરાષ્ટ્રપતિનું અકાઉન્ટ બંધ કરી દીધું. કાયદા મંત્રીનું અકાઉન્ટ બંધ કરી દીધું. સરકાર તરફથી જે મજબૂત કાર્યવાહી કરવી જાેઈએ, તે ટિ્‌વટર સામે કરી શક્યા નહીં. તેનાથી બહાર બહુ ખરાબ મેસેજ ગયો છે.

આ જ કારણ લાગે છે કે, પીએમ મોદીએ રવિશંકર પ્રસાદની મંત્રીમંડળમાં છૂટ્ટી કરી દીધી છે. એટલે કે, નાની એવી ટિ્‌વટરની ચકલીએ રવિશંકર પ્રસાદની બલિ લઈ લીધી. બીજી બાજૂ માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને હટાવવા પાછળનું કારણ સમજમાં આવે છે કે, તેમને પ્રાઈવેટ મીડિયા ચેનલોની સરખામણીમાં સરકારી મીડિયામાં કોઈ પ્રવાભશાળી રોલ બતાવી શક્યા નહીં. એવુ લાગતુ હતું કે, જેવુ ચાલે છે તેવું ચલાવીએ રાખીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.