ટિ્વટરનો જવાબ ટ્રેક્ટર અને ટેન્કરથી આપીશું-રાકેશ ટિકૈત

બાંદા, ખેડૂતોના આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતે ભાજપને પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે તે ભાજપના ટિ્વટરનો જવાબ ટ્રેક્ટર અને ટેન્કરથી આપશે. તેમણે કહ્યું કે, આપણે સોશિયલ મીડિયા પર સરકાર સામે હારી રહ્યા છીએ, તેથી વધુને વધુ યુવાન ખેડૂતોએ સોશિયલ મીડિયા પર સક્રિય થવુ જાેઈએ.
બાંદામાં સંબોધન કરતા ટિકૈતેતે કહ્યું કે, તે વિધાનસભાની ચૂંટણી લડવાના ર્નિણય પર પછીથી વિચાર કરશે. તેમણે કહ્યું કે અમારું લક્ષ્ય દેશને બચાવવાનું છે, તેથી અમે માત્ર યુપીમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ભ્રમણ કરી રહ્યા છીએ, જ્યારે બીજેપીનો ઉદ્દેશ ચૂંટણી જીતવાનો છે અને તેથી જ અમને ચૂંટણી દરમિયાન પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
વાંધાજનક સૂત્રોચ્ચાર પર પૂછવામાં આવેલા સવાલ પર રાકેશ ટિકૈતે કહ્યું કે, હવે આપણે સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરવાનું છે, શું હવે સરકારને પૂછવું પડશે છે કે આપણે કઈ રીતે પૂજા કરીએ અને કેવા સૂત્રોચ્ચાર કરીએ? આપણને આપણો ધર્મ અપનાવવાનો અધિકાર છે. ટિકૈતે કહ્યું કે સરકાર નવો કૃષિ કાયદો લાવીને રોટીને તિજાેરીમાં બંધ કરવા માંગે છે અને અમે આવું નહીં થવા દઈએ.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, રોટી બધાની જરૂરિયાત છે. આજે કેટલીક મોટી કંપનીઓ સરકાર અને સરકારી સંસાધનો ચલાવી રહી છે, કંપનીઓ તેમને ફેંકી દેતા ભાવે વેચવામાં આવી રહી છે. અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. અમારી સાથે દેશના કરોડો બેરોજગાર યુવાનોએ પણ આગળ આવીને આ લડાઈ લડવી પડશે.
ઉલ્લેખનીય છે કે હમીરપુરમાં પણ કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે રાકેશ ટિકૈત અહીં પહોંચ્યા છે. મહાપંચાયતને જાેતા સરકારે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. વહીવટીતંત્રે એમ પણ કહ્યું છે કે મહાપંચાયત માટે પરવાનગી માંગવામાં આવી નથી કે આપવામાં આવી નથી, જાે કે ખેડૂતોને અહીં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.