ટીંટોઈના યુવક પાસેથી ૫૫ હજાર સામે વ્યાજખોરોએ ૩.૩૮ લાખ પડાવ્યા

મોડાસામાં ,બે વ્યાજખોરો સામે ફરિયાદ,રૂરલ પોલીસે દબોચ્યા
ધંધા રોજગાર કરતા વેપારીઓ ધંધા માટે તેમજ જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થીક સંકડામણના વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણા મેળવતા હોય છે. જેનો ફાયદો ઉઠાવી વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે. અને જો વ્યાજ કે મુદલ ન ચુકવી શકાય તેની મિલ્કતો ગેર કાયદેસર રીતે ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે.પરંતુ સામાન્ય વ્યક્તિઓ તેમના ડરના કારણે પોતાના જીવનનો અંત આણી દેતા હોય છે મોડાસાના ટીંટોઈ ગામે મોબાઇલના વેપારીએ ગામના જ બે વ્યાજખોરોના અસહ્ય બની ગયેલ ત્રાસથી છુટકારો મેળવવા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રૂરલ પીઆઈ એમ.બી તોમર અને તેમની ટીમે બંને વ્યાજખોરોને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી રીમાન્ડ મેળવવા તજવીજ હાથધરી હતી
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે મોં.અયાન સિકંદરભાઈ ટીંટોઈયા નામના યુવકે ગામના વ્યાજે નાણાં ધીરતા સમીર હુસેન બાંડી અને અલ્પેશ સવજીભાઈ પટેલ પાસેથી ૫૫ હજાર રૂપિયા ત્રણ ટકા વ્યાજે લીધા હતા યુવાન વેપારીનો મજબુરીનો ફાયદો ઉઠાવી દરરોજ ૧ હજારનો હપ્તો લેવાનું ચાલુ કર્યું હતું હપ્તો ચુકે તો પેનલ્ટી સહિત ૨ હજાર રૂપિયા ખંખેરતા હતા
દુકાનમાંથી ૩ મોબાઈલ અને સોનાના દાગીના મળી ૫૫ હજાર સામે ૩.૩૮ લાખ પડાવવા છતાં વ્યાજખોરો પીછો ન છોડતા આખરે યુવક ઘર છોડી આત્મહત્યા કરવા નીકળી પડતા પરિવારજનોને જાણ થતા યુવક આપઘાત કરે તે પહેલા બચાવી લીધો હતો યુવકે ગામના બે વ્યાજખોરોના સંકજામાં આવી ગયો હોવાનું પરિવારજનોને જણાવતા આખરે વ્યાજખોરોના આતંકથી સમસમી ઉઠ્યા હતા સમગ્ર મામલો રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો
ટીંટોઈ ગામના મોં.અયાન સિકંદરભાઈ ટીંટોઈયાએ રૂરલ પોલીસ સ્ટેશનમાં સમીર હુસેનભાઈ બાંડી અને અલ્પેશ સવજીભાઈ સામે ફરિયાદ નોંધાવતા મોડાસા રૂરલ પોલીસે બંને વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા