ટીંટોઈ ઓવરબ્રિજ પાસે ચાની કેબિનમાં તસ્કરો ત્રાટક્યા
અરવલ્લી:અરવલ્લી જીલ્લામાં અસામાજિક તત્ત્વો અને ચોર-લૂંટારુ ગેંગ બેફામ બન્યા છે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ રહી હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યા છે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે ઓવરબ્રિજ નજીક ચાની કેબિનમાં પાછળના ભાગે થી કેટલાક શખ્શો લૂંટ ચલાવવાના ઇરાદે પ્રવેશતા કેબીન માંથી રોકડ રકમ કે અન્ય ચોરવા લાયક વસ્તુ હાથ ન લગતા તસ્કરોને ફોગટનો ફેરો પડતા તસ્કરોએ કેબિનમાં આગ લગાવી દીધી હતી બાજુમાં રહેલી પાન-મસાલા ની હાથલારી પણ તોડફોડ કરી નાસી છૂટ્યા હતા ચાની કેબિનમાં આગ લાગવાની ઘટનાને પગલે દોડી આવેલા લોકો આગ હોલવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના ઝહીરહુસેન ઈસ્માઈલભાઈ બાંડીની ટીંટોઈમાંથી પસાર થતા ઓવેબ્રિજ પાસે ચા અને ટાયર-પંચરનું કેબીન આવેલું છે ગત મોડી રાત્રે કેટલાક શખ્શોએ ચોરીની ઘટનાને અંજામ આપવા
કેબીનના પાછળના ભાગે થી તોડફોડ કરી કેબિનમાં ઘૂસ્યા હતા કેબિનમાંથી રોકડ રકમ કે અન્ય ચીજવસ્તુઓ હાથ ન લગતા અજાણ્યા શખ્શોએ કેબિનમાં દીવાસળી ચોપી દેતા કેબિનમાં આગ લાગતા આગના ગોટેગોટા નીકળતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને આગ હોલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો સદનસીબે કેબિનમાં રાખેલા ગેસ સિલિન્ડર ન ફૂટતા જાનહાની ટળી હતી કેબીન આગમાં ખાખ થતા ૩ લાખ રૂપિયા જેટલાનું નુકશાન થતા કેબીનધારક પર આભ તૂટી પડ્યું હતું
કેબીનધારક ઝહીરહુસેન બાંડીના જણાવ્યા અનુસાર કેબિનમાં રાત્રે ૪ વાગ્યાની આસપાસ આગ લાગી હતી ફાયરબ્રિગેડનો અને મોડાસા રૂરલ પોલીસનો સંપર્ક કરવા છતાં સંપર્ક ન થઈ શકતા આગ પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહેતા કેબીન આગમાં ખાખ થઈ ગયું હતું