ટીંટોઈ નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતા શામળાજીના પોસ્ટકર્મીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં ચોમાસાની ઋતુમાં અકસ્માતની ઘટનાઓમાં દર વર્ષે નોંધપાત્ર વધારો થતો હોય છે મોડાસા-શામળાજી હાઈવે પર ટીંટોઈ નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં શામળાજી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ સારવાર અર્થે દવાખાને ખસેડ્યો હતો અકસ્માતની ઘટનાના પગલે દોડી આવેલ મોડાસા રૂરલ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી મોડાસા-શામળાજી હાઇવે પર પડેલા ખાડાઓનુ લીધે અકસ્માતની ઘટના બની હોવાનું લોકોએ આક્રોશ પૂર્વક જણાવ્યું હતું
અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી પસાર થતા ભાર વાહક વાહન ચાલકો અને ખાનગી પેસેન્જર ચાલકો બેફામ ગતિએ વાહનો હંકારી વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લેતા નિર્દોષ વાહનચાલકો એ જીવ ગુમાવવાનો વારો આવે છે મોડાસાના બોલુન્દ્રા ગામના અને શામળાજી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પ્રહલાદ ભાઈ વાળંદ સવારે શામળાજી નોકરી બાઈક પર જવા નીકળ્યા હતા ઘરથી માંડ પાંચ કિલોમીટર દૂર શામળાજી-ગોધરા હાઈવે પર ટીંટોઈ નજીક બાઈકને ટ્રકે ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર પ્રહલાદ ભાઈ અને બાઈક પર રહેલ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસકર્મી રોડ પર પટકાતા પ્રહલાદ ભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું
પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ સારવાર અર્થે દવાખાને ખસેડી દીધો હતો અકસ્માતની ઘટનાના પગલે મૃતક પ્રહલાદભાઈ ના પરિવારજનો અને સગા-સબંધીઓ પહોંચી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી મોડાસા રૂરલ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે મોડાસા સરકારી દવાખાને ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.