Western Times News

Gujarati News

ટીએમસીએ ચુંટણી પંચને બંગાળની ખાલી પડેલી છ બેઠકો પર ચુંટણી કરવાની માંગ કરી

નવીદિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના છ સભ્યોના પ્રતિનિધિમંડળે ચંટણી પંચની મુલાકાત કરી અને પશ્ચિમ બંગાળની છ ખાલી બેઠકો પર તાકિદે પેટાચુંટણી કરાવવાની વિનતી કરી છે. ચુંટણી પંચને સોંપવામાં આવેલ એક આવેદનપત્રમાં ટીએમસીએ કહ્યું કે રાજયમાં કોરોના વાયરસના મામલાની ઘટતી સંખ્યાની સાથે યોગ્ય કોવિડ પ્રોટોકોલની સાથે પેટાચુંટણી આયોજીત કરવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.

પાર્ટીએ કહ્યું કે કોવિડ ૧૯ મામલાની સંખ્ય અત્યારે ઓછામાં ઓછા ૧૭ ગણા ઓછા છે. ૮૩૧થી ઓછા મામલા સામે આવ્યા છે. વિધાનસભા ચુંટણી દરમિયાન સંક્રમણનો દર ૩૩ ટકા હતો પરંતુ હવે તે ઘટી ૨ ટકા થી પણ ઓછો થઇ ગયો છે. આથી આ ચુંટણી વિસ્તારોમંાં પેટાચુંટણી કરાવવા માટે આ અનુકૂળ સમય છે સતત ઘટાડાને જાેતા એ આશા કરવામાં આવે છે કે જયાં સુધી પેટાચુંટણીની જાહેરાત અને આયોજન કરવામાં આવશે ત્યાં સુધી દરરોજના મામલાની સંખ્યામાં વધુ કમી આવશે

ચુંટણી પંચ સાથે મુલાકાત કર્યા બાદ ટીએમસીના સંસદીય પક્ષના નેતા સુદીપ બંદ્યોપાધ્યાયે કહ્યું કે અમે સદ્‌ભાવપૂર્ણ વાતાવરણમાં એક બેઠક કરી અને તેમણે બધુ ખુબ ધ્યાનથી સાંભળ્યુ તેમણે કહ્યું કે પંચ સ્થિતિ પર કડર નજર રાખી રહી છે અને અમને આશા છે કે બેઠકના કેટલાક સકારાત્મક પરિણામ નિકળશે.

બંગાળની પેટાચુંટણી મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે મહત્વપૂર્ણ છે કારણ કે નંદીગ્રામમાં ભાજપના શુભેદુ અધિકારીથી વિધાનસભા ચુંટણી હારી ગયા હતાં. મુખ્યમંત્રી પદ પર બની રહેવા માટે છ મહીનાની અંદર પેટાચુંટણી જીતવી તેમના માટે ખુબ જરૂરી છે. મમતાને ચાર નવેમ્બર સુધી વિધાસભા માટે ચુંટાવવું જરૂરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ચુંટણી પંચે અમને બે રાજયસભા બેઠકોની ચુંટણી બાબતે પુછયું પરંતુ તેમણે વિધાનસભા બેઠકોની બાબતમાં કાંઇ પુછયુ નથી અમે તેમને જાણ કરી છે કે અમે બંન્ને ચુંટણી કરાવવા માટે યોગ્ય રીતે તૈયાર છીએ. એ યાદ રહે કે દિનહાટા અને શાંતિપુર વિધાનસભા બેઠક ભાજપ નેતાઓ નિસિથ પ્રમાણિક અને જગન્નાથ સરકારના ધારાસભ્ય પદેથી રાજીનામાથી અને સંસદનું સભ્ય પદ બનાવી રાખવા માટે પસંદ કર્યા બાદ ખાલી થઇ ગઇ .મમતા બેનર્જીની ભવાનીપુર બેઠક પણ ખાલી થઇ છે કારણ કે રાજયના મંત્રી શોભન દેવ ચટ્ટોપાધ્યાયે આ બેઠકથી રાજીનામુ આપ્યું છે. ઉત્તર અને દક્ષિણ ૨૪ પરગનાની ખરદાહ અને ગોસાબા બેઠકો પર પેટાચુંટણી અનુક્રમે ટીએમસીની કાજલ સિન્હા અને જયંત નસ્કરના કોવિડના કારણે થયેલા મૃત્યુ બાદ ખાલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.