ટીએમસીને તેની ભાષામાં જવાબ આપવાની રણનીતિ બનાવી છેઃ દિલિપ ઘોષ
કોલકતા: પીએમ મોદીએ કૂચબિહારની રેલીમાં કહ્યું કે જાે હું કહું છું કે તમામ હિંદુઓ એકસાથે થઈ જાઓ તો મને ચૂંટણી આયોગની નોટિસ આવી હોત. એટલે કે મોદી જે કહેવા ઈચ્છતા હતા તે કહી ગયા. અમિત શાહ તો ૨૦૦થી વધારે સીટ જીતવાનો દાવો પણ કરી રહ્યા છે. મોદી-શાહના દાવા કેટલા સાચા છે તે ૨ મહિના બાદ મેમાં ખબર પડશે.તેની પર વિશ્વાસની પાછળ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની તાકાત છે જેણે પશ્ચિમ બંગાળમાં ભાજપને નવી ધાર આપી છે.
સંઘે શહેરની ગલીઓ અને ગામની પગડંડીઓમાં તૃણમૂળ કોંગ્રેસ અને વામપંથી દળના કાર્યકર્તાઓને ૨-૨ હાથ કરીને ભાજપને માટે જમીન તૈયાર કરી છે.
ખડગપુરની રેલીમાં મોદીએ દિલિપ ઘોષના વખાણ કર્યા અને કોઈ મોટો સંકેત આપ્યો નથી. ભદ્રલોક પર ઘોષ પોતાના પર હુમલો ઝેલીને ભાજપનો ઝંડો બુલંદ કરતા આવ્યા છે. ત્યારે જ પીએમ મોદીએ કહેવું પડ્યું કે અમારી પાસે દિલિપ ઘોષ જેવા નેતા છે અને મને વિશ્વાસ છે કે બંગાળમાં અમારી સરકાર આવવા જઈ રહી છે. ભાજપના ૧૨૦ જેટલા કાર્યકરોએ પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે જેથી બંગાળ આબાદ રહે. દિલિપ ઘોષ ક્યારેય આરામથી સૂતા નથી અને ન તો દીદીની ધમકીઓથી ડર્યા છે. મોતને ઘાટ ઉતારવાની કોશિશરૂપે અનેક હુમલા પણ કરાયા હતા. પણ આજે પણ તેઓ બંગાળમાં નવી ઉર્જા ભરી રહ્યા છે.
હિંદુ જાગરણ મંચના પ્રચારકથી ભાજપના અધ્યક્ષ બનેલા દિલિપ ઘોષે ટીએમસીને તેની ભાષામાં જવાબ આપવાની રણનીતિ બનાવી છે. જ્યારે ગર્દનના બદલે ગર્દન તોડી દઇશુંના નિવેદન તેઓએ આપ્યા તો તેમની ટીકા થઈ પણ કાર્યકર્તાના અપમાનને સહન ન કરવાનો સંકલ્પની આડમાં તેઓ યોગ્ય પૂરવાર થયા. ૨૦૧૬માં વિધાનસભાની ચૂંટણીમાં ફક્ત ૩ સીટ પર સમેટાતી ભાજપને આશા ન હતી કે ૩ વર્ષ બાદ લોકસભાની ચૂંટણીમાં તેમના વોટ પ્રતિશત ૪૦ ટકા થશે. તેમના પાછળ સંઘનું મગજ કામ કરી રહ્યું હતું.