Western Times News

Gujarati News

ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા અનેક દિગ્ગજ ભાજપની બેઠકમાં સામેલ થયા નહીં

Files PHoto

કોલકતા: ૨૦૨૧ની બંગાળ વિધાનસભા ચુંટણીમાં ભાજપે અત્યાર સુધીનું પોતાનું સૌથી સારૂ પ્રદર્શન કર્યું છે પરંતુ ચુંટણી પરિણામ બાદથી એ ચર્ચા છે કે અનેક ભાજપના ધારાસભ્ય ટીએમસીના સંપર્કમાં છે. આ દરમિયાન કોલકતામાં થયેલ પાર્ટીની બેઠકમાં પાર્ટીના અનેક નેતા હાજર રહ્યાં ન હતાં આ બેઠકમાં મુકુલ રોય શામિક ભટ્ટાચાર્ય અને રાજીવ બેનર્જીનો પણ સમાવેશ થાય છે.

વરિષ્ઠ નેતાઓના બેઠકમાં ભાગ નહીં લેવાને લઇ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ધોષે સ્પષ્ટતા કરી હતી કે આ બેઠકમાં પાર્ટીના નેતાઓની ગેરહાજરી ચિંતાનો વિષય નથી તેમણે કહ્યું કે મુકુલ રોયની પત્ની બિમાર છે જયારે પ્રવકતા શામિલ ભટ્ટાચાર્યના પિતાનું નિધન થયું છે આ સાથે રાજીવ બેનર્જી કેટલાક અંગત કારણોથી બેઠકમાં સામેલ થયા ન હતાં. એ યાદ રહે કે મુકુલ રોયની પત્ની તબિયાત પુછવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી આથી એવી અટકળો લાગી રહી છે કે રોય ભાજપમાં સામેલ થઇ શકે છે.

હક્કીતમાં જે નેતા ચુંટણી સમયે ટીએમસી છોડી ભાજપમાં ગયા હતાં તેઓ એ આશામાં હતાં કે રાજયમાં ભાજપની સરકાર બની રહી છે પરંતુ આમ થયું નહીં આ સાથે મુકુલ રોય ગત કેટલાક વર્ષોથી ભાજપમાં સૌથી વરિષ્ઠ નેતાઓમાંથી એક માનવામાં આવતા હતાં પરંતુ શુભેન્દુ અધિકારીના પાર્ટીમાં આવ્યા બાદ પાર્ટી નેતૃત્વ અધિકારીને વધુ મહત્વ આપતી જાેવા મળી રહી છે. અટકળોને બળ પાર્ટી નેતા રાજીવ બેનર્જી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ ટ્‌વીટથી મળી રહ્યું છે જેમાં તેમણે લખ્યું હતું કે ચુંટણી બાદ ભડકેલી હિંસાના કારણે બંગાળમાં રાષ્ટ્‌પતિ શાસન લગાવવું જનાદેશનું અપમાન હશે ભાજપ નેતાએ ટ્‌વીટ કર્યું હતું કે જનતાએ બહુમતિથી સરકારી ચુંટણી છે જાે કલમ ૩૫૬ના નામ પર જાે મુખઅયમંત્રીનો સતત વિરોધ કરવામાં આવ્યો તો તેઓ તેને સારી રીતે લેશે નહીં


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.