ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને ઇડીએ ત્રીજુ સમન મોકલ્યું ,૨૧ તારીખે હાજર થવુ પડશે

કોલકતા, ટીએમસી સાંસદ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને કોલસા દાણચોરી કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ૨૧ સપ્ટેમ્બરે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ ત્રીજી વખત છે જ્યારે અભિષેક બેનર્જીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અભિષેક બેનર્જીની સોમવારે ઈડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસારટીએમસી સાંસદને બુધવારે પણ બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ હાજર થયા ન હતા. જાે સૂત્રોનું માનીએ તો, અભિષેક બેનર્જી અને તેની પત્ની રૂજીરાની પૂછપરછ કરવા માટે ટૂંક સમયમાં જ એક નવું સમન જારી કરવામાં આવી શકે છે.
આ પહેલા સોમવારે અભિષેક બેનર્જી પૂછપરછ માટે ઈડ્ઢ ની ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં અધિકારીઓએ તેમની ૮ કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈડીએ તેમની પાસેથી એવી સંપત્તિ વિશે પૂછ્યું હતું કે જે તેના પરિવારના સભ્યો સાથે જાેડાયેલી બે કંપનીઓને કથિત રૂપે આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, તે નાણાંની રકમના સ્ત્રોતને જાહેર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. અધિકારીઓ દાવો કરે છે કે આ રકમ કોલસાની દાણચોરી દ્વારા મળી છે.
પૂછપરછ દરમિયાન, ઈડીએ અભિષેક બેનર્જીની ટીએમસી યુવા નેતા અને ફરાર આરોપી વિનય મિશ્રા સાથેના કથિત સંબંધ માટે પૂછપરછ કરી હતી. ઇડીનો દાવો છે કે વિનય મિશ્રાએ કોલસાની દાણચોરીમાં પરિવહન અને રોકડની હેરફેરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અભિષેક બેનર્જીએ કથિત ગુના વિશેની કોઈપણ માહિતી અને વિનય મિશ્રા સાથેના નાણાકીય સંબંધોનો ઇનકાર કર્યો હતો.ઇડીએ કોલસા દાણચોરી કેસના મુખ્ય આરોપી અનૂપ માંઝી અને પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મિશ્રાના સંબંધમાં અભિષેક બેનર્જીની પણ પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિષેક બેનર્જીએ તેની સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો.
ઇડીના જણાવ્યા અનુસાર અભિષેક બેનર્જી અને તેના પરિવાર સાથે જાેડાયેલી બે કંપનીઓ, લીપ્સ એન્ડ બાઉન્ડ પ્રાઇવેટ લિમિટેડ અને લીપ્સ એન્ડ બાઉન્ડ મેનેજમેન્ટ સર્વિસિસ એલએલપીને કથિત રીતે એક બાંધકામ કંપની પાસેથી ૪.૩૭ કરોડ રૂપિયાના સિક્યોરિટી મની મળ્યા હતા. કોલસાની દાણચોરીના કેસમાં જે વ્યક્તિઓ દ્વારા આ રકમ મળી છે તેમની તપાસ કરવામાં આવી રહી છે.HS