ટીકરી બોર્ડર : આંદોલનકારી કિસાનની ગળુ કાપી હત્યા

નવીદિલ્હી: કૃષિ કાનુનની વિરૂધ્ધ કિસાનોનું પ્રદર્શન દિલ્હી સાથે જાેડાયેલ સીમાઓ પર જારી છે આ દરમિયાન એક ૬૧ વર્ષીય કિસાનની ટિકરી સીમા પર લાશ મળી છે આંદોલનકારી કિસાનનું ગળુ કાપી દેવામાં આવ્યું છે પોલીસે કહ્યું કે ગઇકાલે સાંજે ઇઝઝરમાં નવા બસ સ્ટેન્ડની પાસે કિસાનનું લોહીથી લથપથ શબ મળ્યું છે. મૃતકના ગળામાં ધારદાર હથિયારના ઉડા ઘા છે માનવામાં આવે છે કે કોઇએ તેમની હત્યા કરી છે.
પોલીસે જણાવ્યું હતું કે કિસાનના શબની બાબતે પ્રદર્શનકારી કિસાનોને માહિતી આપવામાં આવી છે. મૃતકની ઓળખ બઠિડાના રહેવાસી હકમ સિંહ તરીકે તરવામાં આવી છે. બહાદુરગઢના ડીએસપી પવનકુમારે કહ્યું કે અમે આ મામલામાં અજાણ્યા લોકોની વિરૂધ્ધ એફઆઇઆર દાખલ કરી લીધી છે અને આરોપીની ઓળખ માટે તપાસ કરી રહ્યાં છીએ અમે માહિતી લગાવી રહ્યાં છીએ કે કિસાન કયારે અહીં હતો અને તેનો કોઇની સાથે ઝઘડો થયો હતો કે નહીં
જેને કારણે આ સ્થિતિ થઇ હાલ શબને પોસ્ટમોર્ટમ માટે શબગૃહમાં મોકલી આપવામાં આવ્યું છે. એ યાદ રહે કે કૃષિ કાનુનોની વિરૂધ્ધ આંદોલન પર બેઠલા કિસાનોના મોતનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી આ રીતની હત્યાના મામલા પહેલા સિધુ અને ટિકરી બોર્ડર પર કિસાનોની આત્મહત્યા અને દુર્ઘટનામાં મોતના અનેક બનાવો બન્યા છે તાજેતમાં પંજાબના સિધ્ધપુરના રહેવાસી બીલવીર કોરનું પણ ટિકરી બોર્ડર પર હ્દયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું.