ટીટોઇની કોઠારી હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાનના શિક્ષકોનું વિશિષ્ટ કામગીરી બદલ શાળા મંડળ દ્વારા બહુમાન
મોડાસા: અરવલ્લી મોડાસા તાલુકાના ટિંટોઈમાં શ્રી ટિંટોઈ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી પી એમ.કોઠારી હાઈસ્કૂલના ગણિત વિજ્ઞાનના શિક્ષકોનું વિશિષ્ટ કામગીરી બદલ ટિંટોઈ એજ્યુકેશન સોસાયટીના ચેરમેન પ્રહલાદસિંહજી ચંપાવત તથા માનદમંત્રી મુળજીભાઈ પંડ્યા તથા સંસ્થાના આચાર્યશ્રી વિજયભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં શાળા મહામંડળના ઉપક્રમે ગણિત-વિજ્ઞાનના શિક્ષકોનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ડૉ. નિતાબેન શ્રીમાળીના અધ્યક્ષ યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કાર્યક્રમ દરમિયાન શ્ ગ્રામજનો અને વિધાર્થીઓની ઉપસ્થિતિમાં શાળાના સુ.વા. બિપીનભાઈ શાહ ધોરણ-10 ના ગણિત વિષયના કે.આર.પી. તરીકે નોર્થઝોનના શિક્ષકોને તાલીમ આપેલ છે
તેઓ તેમજ ધોરણ-10 ના આર.પી. તરીકે ધોરણ-10 ના ગણિત વિષયના આર.પી. તરીકે જયદીપસિંહ ચૌહાણ તથા નવા કોર્સ NCERT ધોરણ-10 ના વિજ્ઞાન વિષયના આર.પી. તરીકે પંકજભાઈ પ્રજાપતિએ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોને તાલીમ આપેલ છે.સ્કાઉટ માસ્ટર પ્રદીપભાઈ પટેલ તેમજ ઉ.મા.વિભાગમાં ધોરણ-12 ના સેક્રેટરીયલ પ્રેક્ટિસ પાઠ્યપુસ્તકમાં સમીક્ષક તરીકે હીરાભાઈ પટેલની પસંદગી થતા શાળા મંડળે ઉપરોક્ત તમામ શિક્ષકોને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ફૂલછડી અને શાલથી બહુમાન કરવામાં આવ્યું હતું. શિક્ષકોને અભિનંદન શાળા મંડળ તથા ગ્રામજનો તથા સમગ્ર સ્ટાફએ બિરદાવ્યા હતા. ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છા આપી હતી.