ટીડીપીમાં ગયેલા બાબુલ સુપ્રિયો સાંસદ પદ છોડવા તૈયાર નથીઃ ભાજપ
કોલકતા, ભાજપ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં ગયેલા બાબુલ સુપ્રિયોને પોતે સાંસદપદ છોડવા તૈયાર નથી એવા ભાજપના કટાક્ષથી લાગી આવ્યું છે. સુપ્રિયોએ વળતો જવાબ આપ્યો છે કે, પોતે પક્ષપલટો કરવા છતાં સાંસદ તરીકે ચીટકી રહેનારા બીજા લોકો જેવો નથી પણ સ્પીકર એપોઈન્ટમેન્ટ નથી આપતા તો પોતે શું કરે ? ભાજપના નેતા શુભેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારી તૃણમૂલ છોડીને ભાજપમાં ગયા છતાં હજુ લોકસભામાંથી રાજીનામું આપ્યું નથી એ સંદર્ભમાં સુપ્રિયોએ કટાક્ષ કર્યો છે.
સુપ્રિયોનો દાવો છે કે, પોતે પક્ષપલટો કર્યો હોવાથી લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપવા માગે છે. લોકસભાના સ્પીકરને રાજીનામું આપવા માટે મળવા સમય પણ માંગ્યો છે પણ લોકસભાના સ્પીકર ઓમ બિરલા એપોઈન્ટમેન્ટ જ આપતા નથી.
તૃણમૂલના નેતા સૌગાત રોયે સ્પીકરને આ મુદ્દે ઝડપથી ર્નિણય લેવા વિનંતી કરી છે પણ સ્પીકરે તેનો જવાબ પણ નથી આપ્યો. લોકસભા સચિવાલયનો દાવો છે કે, સુપ્રિયોએ સ્પીકરને લખેલા પત્રમાં ક્યાંય રાજીનામાનો ઉલ્લેખ નથી. સ્પીકર છેલ્લા દસ દિવસથી પ્રવાસમાં છે તેથી કોઈને મળ્યા નથી.HS