ટીપુ સુલતાન પરના વિવાદને લઈને ભાજપ મુંબઇમાં વિરોધમાં ઉતર્યું

મુંબઇ, હાલના દિવસોમાં ટીપુ સુલતાનને લઈને મુંબઈમાં વિવાદ વણસ્યો છે. મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષ ભાજપે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખ ૧૭મી સદીના શાસક ટીપુ સુલતાનના નામ પર મુસ્લિમ બહુમતી ધરાવતા માલવાણી વિસ્તારમાં રમતના મેદાનનું નામ રાખવાની યોજના બનાવી રહ્યા છે. આટલું જ નહીં ભાજપના કાર્યકરોએ તેની સામે પ્રદર્શન દ્વારા પણ વિરોધ નોંધાવ્યો છે.
આ વિવાદ ત્યારે વધી ગયો જ્યારે તાજેતરમાં આ મેદાનનું નવીનીકરણ કરવામાં આવ્યુ. આ દરમિયાન મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે આ નવા મેદાનનુ ઉદ્ઘાટન કર્યું. તેમના કાર્યક્રમના પોસ્ટરમાં મેદાનનું નામ ટીપુ સુલતાન બાગ બતાવવામાં આવ્યું હતું.
આ પોસ્ટર પર આ નામ આવતા જ ભાજપના સ્થાનિક નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. આ પછી મોટી સંખ્યામાં ભાજપ અને બજરંગ દળના કાર્યકરો કેમ્પસની બહાર એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારપછી મુંબઈ પોલીસે ભીડને વિખેરી નાખી અને કેટલાય દેખાવકારોની અટકાયત પણ કરી હતી.
આ મામલે શિવસેનાના બે વરિષ્ઠ નેતાઓનું નિવેદન પણ સામે આવ્યું છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે પણ ટીપુ સુલતાનના વખાણ કર્યા હતા. તેઓ કહે છે કે ટીપુ સુલતાન એક ઐતિહાસિક યોદ્ધા હતા, સ્વતંત્રતા સેનાની હતા. શું ભાજપ રાષ્ટ્રપતિ પાસે રાજીનામું માંગશે ? ભાજપે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જાેઈએ.ભાજપ માત્ર ટીપુ સુલ્તાન મુદ્દે ડ્રામા કરી રહી છે.
શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યુ કે, બીએમસીએ પાર્કનું નામ ટીપુ સુલતાનના નામ પર રાખવાના કોઈ પ્રસ્તાવને મંજૂરી આપી નથી. આ મ્સ્ઝ્રની સત્તા છે અને બીએમસીલી સમક્ષ નામકરણનો કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી.
કોંગ્રેસના નેતા અને મંત્રી અસલમ શેખે કહ્યું કે આ મેદાન ઘણા વર્ષોથી ટીપુ સુલતાન ગ્રાઉન્ડ તરીકે જાણીતું હતું અને મેદાનનું નામ બદલવા માટે કોઈ સત્તાવાર પગલુ લેવામાં આવ્યુ ન હતુ. ત્યારે હાલ મેદાનના નામને લઈને મુંબઈમાં રાજકારણ ગરમાયુ છે.HS