ટીફીન લઈને આવવાનું કહી કારીગર ૧.૭૫ લાખના હીરા ચોરી ફરાર
વરાછામાં હીરાની ઓફિસમાંથી નોકરીના પહેલા જ દિવસે માત્ર બે કલાકમાં હાથફેરો
સુરત, વરાછા માનગઢ ચોક ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં આવેલ હીરાની અોફિસમાં સરીન પ્લાનર તરીકે નોકરી પર લાગેલ કારીગરે નોકરીના પહેલા જ દિવસે બે કલાકમાં જ સરીન પ્લાનર કરવા માટે આપેલા રૂપિયા ૧.૭૫ લાખની કિંમતના કાચા હીરા ચોરી રફુચક્કર થઈ ગયો હતો. બનાવને પગલે આખરે બાદમાં પેઢીના માલિકને જાણ થતા તેઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે યુવક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વરાછા પોલીસના જણાવ્યા મુજબ વરાછા હીરાબાગ પુર્વી સોસાયટીમાં રહેતા મૂળ ભાવનગરના શિહોરના વતની વિઠ્ઠલભાઈ આંબાભાઈ મેંદપરા (ઉ.વ.૫૬) હીરાના વ્યવસાય સાથે જાડાયેલા છે. અને વરાછા માનગઢ ચોક પાસે ઠાકોર સોસાયટીમાં સમજુબા પેલેસમાં પહેલા માળે હિરાની અોફિસ અને કાપોદ્રા ગાયત્રી સોસાયટીમાં કારખાનું ધરાવે છે.
વિઠ્ઠલભાઈની ઓફિસમાં સાત કારીગર છે. વિઠ્લભાઈઍ તેમની અોફિસમાં સરીન પ્લાનરની જરૂર હોવાથી પ્રશાંત શર્મા નામના કારીગરે જયદિપ રમેશ ભેîસારા (રેહ, જનતાનગર સોસાયટી વરાછા) સાથે ગત તા ૧૯મી ડિસેમ્બરના રોડ ઓળખાણ કરાવી હતી.
જયદિપે સરીન પ્લાનર હિરાની ટ્રાય આપી પોતાનું નામ અને નંબર અોફિસમાં લખાવી ગયો હતો. જયદિપનું કામ વિઠ્ઠલભાઈ અને તેના છોકરાને પસંદ આવતા તેની ગત તા ૨૫મી ડિસેમ્બરથી કામ ઉપર રાખ્યો હતો અને તેને આઠ પેકેટ માંથી ૩૧ કેરેટના હિરા સરીન પ્લાનર કરવા માટે આપ્યા હતા. દરમિયાન જયદિપ રાત્રે સાડા નેવક વાગ્યે અન્ય કારીગરને આજે મારે પહેલો દિવસથી જેથી મારી ભાઈ ટીફીન આપવા માટે નીચે આવ્યો છે જે ટીફીન લઈને આવુ હોવાનુ કહી ગયા બાદ પરત આવ્યો ન હતો
જેથી આ અંગે કારીગરે વિઠ્ઠલભાઈને જાણ કરતા તેઅો અોફિસે આવી ગયા હતા અને તેને સરીન પ્લાનર કરવા આવેલા અલગ અલગ આઠ હીરના પેકેટોમાં ૭૨૨ નંગ કાચા ૩૧ કેરેટના હિરાનો માલ પણ અો્ફિસમાંથી ગાયબ હતો. જે હીરાની કિંમત રૂપિયા ૧,૭૫,૦૦૦ થાય છે. જયદિપïના ઘરે પણ તપાસ કરતા મળી આવ્યો ન હતો. જયદીપ હીરા ચોરી કરી નાસી ગયો હોવાનુ બહાર આવતા ગઈકાલે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.