ટીમમાં ધોનીની જગ્યા કોઈ લઈ ન શકે : વિરાટ કોહલી
ધર્મશાળા : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે પ્રથમ ટી-૨૦ મેચ રમાય તેના એક દિવસ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ભારે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, નિવૃતિ લેવાનો મામલો ધોનીને અંગત મામલો છે. બીજા કોઈ પણ ખેલાડી અથવા તો અન્ય કોઈએ આ સંદર્ભમાં ટિપ્પણી કરવી જાઈએ નહીં. કોહલીએ કહ્યું હતું કે, ધોનીની જગ્યા ટીમમાં કોઈ પણ લઈ શકે તેમ નથી. ક્રિકેટમાં એક પછી એક અનેક સફળતાઓ ધોનીએ મેળવી. જેની ચાહકો ક્યારે ભૂલી શકે તેમ નથી. અત્રે નોંધનીય છે કે, ધોનીને દક્ષિણ આફ્રિકા સામેની ટી-૨૦ સીરિઝમાં સ્થાન નથી મળ્યું.
વર્લ્ડ કપ દરમિયાન ધીમી બેટિંગ કરવા બદલ તેને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ કહ્યું કે, અનુભવ હંમેશા મહત્વનો રહેશે. ભૂતકાળમાં ધણા ખેલાડીઓએ સાબિત કર્યું છે કે, ઉમર ફક્ત એક નંબર છે. તે રીતે ધોનીએ પણ પોતાની કરિયરમાં ઘણું કર્યું છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે હંમેશા ભારતીય ક્રિકેટ વિશે વિચારે છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં કોહલીએ ટિ્વટર પર ધોની સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. કોહલીએ લખ્યું હતું કે,આ મેચ હું ક્યારેય નહીં ભૂલી શકું, ધોનીએ મને ફિટનેસ ટેસ્ટ ચાલતી હોય તેમ દોડાવ્યો હતો. તે ફોટો અંગે ખુલાસો કરતા કોહલીએ કહ્યું કે, “મારા મગજમાં કંઇપણ નહોતું, હું મારા ઘરે બેઠો હતો અને મેં ફોટો પોસ્ટ કર્યો હતો. તે સમાચાર બની ગયા હતા.
આ મારા માટે એક પાઠ છે કે, હું જે રીતે મારા જૂના દિવસોને યાદ કરું, જરૂરી નથી લોકો તેને તે રીતે જ જોવે.” ધોનીની નિવૃત્તિની અફવાનો અંત લાવતા તેની પત્ની સાક્ષીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, આને અફવા કહેવાય છે. અમારે ડોમેસ્ટિક ક્રિકેટ અને તેમજ આઇપીએલમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટી-૨૦માં તક આપવી હતી.