ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ રેકિંગમાં પણ ઓસ્ટ્રેલિયાને પછાડયું
બ્રિસબેન, બ્રિસબેનના ગાબામાં ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાના અહંકારને તોડવાની સાથે જ અનેક મહત્વપૂર્ણ કીર્તિમાન પણ પોતાના નામે કર્યા હકીકતાં આ જીત દાખલ કરતા જ ટીમ ઇન્ડિયા ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ ટેબલમાં એકવાર ફરી ટોપ પર પહોંચી ગઇ છે. જયારે ટેસ્ટ રેકિંગમાં પણ ભારતે ઓસ્ટ્રેલિયાને ત્રીજા નંબર પર ધકેલી દીધુ છે અને ૧૧૮ અંકની સાથે બીજા ક્રમાંકે મજબુતીથી પગ જમાવ્યા છે.
ટીમ ઇન્ડિયાએ ગાબામાં અત્યાર સુધી સાત મુકાબલા રમ્યા છે અને પહેલીવાર જીત હાંસલ કરી છે આ જીત સાથે ટીમ ઇન્ડિયા ટેસ્ટ ચેપિયનશિપની પોઇન્ટ ટેબલમાં એકવાર ફરી પહેલા પગથિયા પર પહોંચી છે પોઇન્ટ ટેબલ અનુસાર ટીમ ઇન્ડિયાની કુલ ૪૩૦ અંક થઇ ગયા છે જયારે ટીમની વિનિંગ ટકાવારી ૭૧.૧ ટકા છે જે સૌથી વધુ છે ભારતે અત્યાર સુધી પાંચ સીરીજ હેઠળ કુલ ૧૩ ટેસ્ટ મેચ રમી છે જેમાં નવ મેચ જીત્યા છે ભારતીય ટીમને ત્રણ મુકાબલામાં હારનો સામનો કરવો પડયો જયારે એક એક મેચ ડ્રો રહી.
ગાબામાં એતિહાસિક જીત હાંસલ કરી આ જીત સાથે જ ટેસ્ટ રેકિંગમાં પણ ભારતીય ટીમનો દબદબો વધી ગયો હવે ટીમ ઇન્ડિયા રેકિંગમાં બીજા નંબર પર આવી ગયું છે તેના ૧૧૮ રેટિંગ અંગ થઇ ગયા છે જયારે પહેલા નંબર પર ન્યુઝીલેન્ડ છે તેના પણ ૧૧૮ રેટિંગ છે પરંતુ ફકત ૨૭ મેચ રમવાને કારણે તે ભારતથી આગળ છે જયારે ગાબામાં હાર બાદ ઓસ્ટ્રેલિયા ૧૧૩ રેેટિંગ પોઇન્ટની સાથે ત્રીજા નંબર પર આવી ગયું છે.આ જીતની ભારે પ્રશંસા થઇ રહી છે.HS