ટીમ ઇન્ડિયામાંથી રોહિત અને શ્રેયસ સીરીજથી બહાર
પુણે: ભારત અને ઇગ્લેન્ડની વચ્ચે ગઇકાલે અહીં રમાયેલ પ્રથમ વનડેને જીત્યા બાદ ટીમ ઇન્ડિયાને બેવડો આંચકો લાગ્યો છે. પહેલી જ વનડેમાં ભારતના બે ખેલાડી ઇજાગ્રસ્ત થયા છે ભારતના સ્ટાર બેટસમેન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર ઇજાગ્રસ્ત થયા છે અને ઇજાને કારણે બંન્ને ખેલાડીઓને મેદાનની બહાર જવું પડયું હતું જયારે ભારત માટે ચિંતાની વાત એ છે કે બંન્ને જ ટીમના મહત્વપૂર્ણ બેટસમેન છે.કહેવાય છે કે બંન્ને ખેલાડીઓ આગામી વનડે મેચોમાં ટીમનો હિસ્સો રહેશે નહીં
અય્યરના ડાબા ખભા પર ઇગ્લેન્ડની વિરૂધ્ધ ફિલ્ડીંગ ભરતી વખતે ઇજા થઇ હતી જેથી નવ એપ્રિલથી શરૂ થઇ રહેલ આઇપીએલમાં તેના રમવા પર શંકાની સ્થિતિ ઉભી થઇ છે. શ્રેયસને ઇજા ઇગ્લેન્ડની ઇનિગ્સમાં નવમી ઓવરમાં શાર્દુલ ઠાકુરની બોલ પર જાેની બેયરસ્ટોના શોર્ટ પર બોલને રોકવા માટે ડાઇવ લગાવતા થઇ હતી.
જયારે બેટીંગ કરતા ભારતીય ઓપનર રોહિત શર્માને ઇગ્લેન્ડના ફાસ્ટ બોલર માર્ક વુડની બોલ પર ઇજા થઇ હતી બેટીંગ દરમિયાન રોહિત છઠ્ઠી ઓવર દરમિયાન ઇજા થઇ હતી રોહિતે બેટીંગ જારી રાખી પરંતુ ૨૮ રન બનાવી આઉટ થઇ ગયો અને બાદમાં ફિલ્ડીંગ કરવા માટે આવ્યો ન હતો.
જાે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરનાર કૃણાલ પંડયા અને પ્રસિધ્ધિ કૃષ્ણાના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે પહેલી મેચમાં ઇગ્લેન્ડને ૬૬ રને હરાવી ત્રણ મેચોની સીરીજમાં સરસાઇ હાંસલ કરી લીધી છે. ભારતે પાંચ વિકેટના ભોગે ઇગ્લેન્ડને જીતવા માટે ૩૧૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જાે કે ઇગ્લેન્ડની ટીમ ૪૨.૧ ઓવરમાં ૨૫૧ રને ઓલ આઉટ થઇ ગઇ હતી