ટીમ ઇન્ડિયા ઓમિક્રોન વેરિઅન્ટનાં કહેર વચ્ચે દ.આફ્રિકાનો પ્રવાસ કરશે: સૌરવ ગાંગુલી
મુંબઇ, દક્ષિણ આફ્રિકાથી કોરોનાનો નવા વેરિઅન્ટ સામે આવ્યા બાદથી સમગ્ર દુનિયામાં ફફડાટ જાેવા મળી રહ્યો છે. આ વચ્ચે હવે ટીમ ઈન્ડિયાનાં દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
સમગ્ર વિશ્વમાં એકવાર ફરી કોરોનાનાં નવા વેરિઅન્ટ એ ચિંતાનું મોજું ફેરવ્યુ છે. આ વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ યોજાશે અને તેઓ કોવિડ-૧૯નાં નવા વેરિઅન્ટનાં ઉદભવથી સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ઓમિક્રોન નામનાં કોવિડ-૧૯નાં નવા સ્વરૂપનાં ફેલાવાને લઈને ચિંતા વધી રહી છે. તેનો પ્રથમ કેસ દક્ષિણ આફ્રિકામાં નોંધાયો હતો.
ગાંગુલીએ અહીં એક પ્રમોશનલ ઈવેન્ટમાં કહ્યું, “આ પ્રવાસ અત્યારે જ થશે. અમારી પાસે હજુ પણ ર્નિણય લેવાનો સમય છે. પ્રથમ ટેસ્ટ ૧૭ ડિસેમ્બરથી રમાશે. અમે તેના પર નજર રાખીશું.”
ભારત ૩ ડિસેમ્બરથી મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી અને અંતિમ ટેસ્ટ રમશે, ત્યારબાદ ટીમ ત્યાંથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં ૮ અથવા ૯ ડિસેમ્બરે જાેહાનિસબર્ગ જવા રવાના થશે. ગાંગુલીએ કહ્યું, “ખેલાડીઓનું સ્વાસ્થ્ય અને સુરક્ષા હંમેશા બીસીસીઆઇની પ્રથમ પ્રાથમિકતા રહી છે. આવનારા દિવસોમાં શું થાય છે તે જાેઈશું.HS