ટીમ ઈન્ડિયા દ.આફ્રિકાના પ્રવાસ માટે રવાના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Ind1-1024x576.jpg)
મુંબઈ, વિરાટ કોહલીએ ગઈકાલે યોજલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે ભારતીય ટીમ મુંબઈથી સાઉથ આફ્રિકાના પ્રવાસે રવાના થઈ હતી.
ટીમઈન્ડિયા મુંબઈથી જાેહાનિસબર્ગ પહોંચશે.ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની તસવીરોક્રિકેટ બોર્ડે પોતાના ટિ્વટર એકાઉન્ટ પર શેર કરી હતી.જેમાં ખેલાડીઓ હળવામૂડમાં દેખાયા હતા.
ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં આઠમી ટેસ્ટ સિરિઝરમશે અને અત્યાર સુધી સાઉથ આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરિઝની જીતનો દુકાળદુર કરશે તેવી અપેક્ષા છે.
ટીમ ઈન્ડિયા ત્રણ ટેસ્ટની સિરિઝ રમવાની છે.પહેલી ટેસ્ટનો ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રારંભ થવાનો છે. કોહલીએઆ પહેલા કહ્યુ હતુ કે, સાઉથ આફ્રિકા એવી જગ્યા છે જ્યાં અત્યાર સુધી અમેએક પણ ટેસ્ટ સિરિઝ જિત્યા નથી અને આ વખતે ટેસ્ટ સિરિઝ જીતવા માટે કટિબધ્ધ છીએ.SSS