Western Times News

Gujarati News

ટીમ ઈન્ડિયા ધોનીને યાદ કરે છે

મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) લાંબા સમયથી ક્રિકેટના મેદાનથી દૂર છે અને તેની કમી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓમાં જોવા મળી રહી છે. BCCIએ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. ટીમ ઇન્ડિયા ત્રીજી ટી-20 ઇન્ટરનેશનલ મેચ માટે બસમાં બેસીને ઓકલેન્ડથઈ હેમિલ્ટન જઇ રહી હતી. આ દરમિયાન બસમાં યુઝવેન્દ્ર ચહલે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો ઇન્ટરવ્યૂ લીધો હતો.

ઝવેન્દ્ર ચહલે જણાવ્યુ કે ટીમ ઇન્ડિયા મહેન્દ્રસિંહ ધોનીને ઘણી યાદ કરે છે. ચહલ બસમાં એમએસ ધોનીની ખુણાની સીટ પર જાય છે. ધોનીની સીટ તરફ ઇશારો કરતા ચહલ કહે છે, ‘આ તે સીટ છે જ્યા એક દિગ્ગજ બેસતા હતા, માહી ભાઇ. હજુ પણ અહી કોઇ નથી બેસતુ, અમે તેમણે ઘણા મિસ કરીએ છીએ.’

ચહલે કહ્યું કે વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં જ્યારે માહી ભાઇને આઉટ થઇને જતા જોયા તે ક્ષણ ઘણી દુખદ હતી. મારી આંખોમાં આંસૂ હતા. જે વર્લ્ડકપમાં થયુ તેને હું ભૂલવા માંગીશ અને ટી-20 વર્લ્ડકપ જો ભારતમાં આવશે તો ઘણુ સારૂ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.