&ટીવીના કલાકારોએ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર હેલ્ધી લાઈફસ્ટાઈલ ટિપ્સ શેર કરી
માનસિક આરોગ્યનું ધ્યાન રાખવું તે તમારા શારીરિક આરોગ્ય જેટલું જ મહત્ત્વપૂર્ણ છે. માનસિક આરોગ્યને અગ્રતા આપવી જોઈએ અને તેથી માનસિક બીમારી વિશે જાગૃતિ ફેલાવવાનું અને તેની સાથે સંકળાયેલી ખોટી માન્યતાઓને પણ દૂર કરવાનું મહત્ત્વપૂર્ણ છે.
આ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર એન્ડટીવીના કલાકારો ઔર ભાઈ ક્યા ચલ રહૈ હૈ?ની
ફરહાના ફાતેમા (શાંતિ મિશ્રા), મૌકા- એ- વારદાત- ઓપરેશન વિજયની સોનાલી નિકમ (કીર્તિ કૌલ), ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કીની કેનિશા ભારદ્વાજ (નિશા અગરવાલ)
અને હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી (કટોરી અમ્મા) અને ભાભી જી ઘર પર હૈની શુભાંગી અત્રે (અંગૂરી ભાભી) માનસિક આરોગ્યની સમસ્યાઓ વિશે જાગૃતિ વધારે છે અને આરોગ્યવર્ધક જીવનશૈલીની ટિપ્સ આપે છે.
એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહૈ હૈ?ની શાંતિ મિશ્રા તરીકે ફરહાના ફાતેમાકહે છે, “આપણા તેજ ગતિના જીવનમાં આપણે મોટે ભાગે તંદુરસ્ત રહેવા માટે માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ જાળવવાનું મહત્ત્વ ભૂલી જઈએ છીએ. મને નૃત્ય કરવાનું ગમતું હોવાથી હું પોતાનો તાણ દૂર કરવા અને આનંદિત અને ઊર્જાશીલ રહેવા માટે નિત્ય ડાન્સ સત્રોમાં પરોવાઈ જવાની ખાતરી રાખું છું.”
મૌકા- એ- વારદાત- ઓપરેશન વિજયની કીર્તિ કૌલ તરીકે સોનાલી નિકમ કહે છે, “હું મર્યાદાની બહાર થાકી નહીં જાઉં તેની ખાતરી રાખવા માટે આરોગ્યવર્ધક કાર્ય અને જીવન વચ્ચે સંતુલન રાખવાનું મને ગમે છે. હું રોજ થોડા કલાકો માટેધ્યાન કરું છું. તેનાથી મને શાંતિ મળવા સાથે મારો કાયાકલ્પ પણ થાય છે.”
આ વિચારો સાથે સંમત થતાં ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કીની નિશા અગરાલ તરીકે કેનિશા ભારદ્વાજ કહે છે, “અભિનયથી મારા શરીરને લાભ મળે છે તે રીતે ધ્યાન મારા અંતરનું ખાદ્ય યછે. હું દિવસભર ગમે તેટલી વ્યસ્ત હોવા છતાં રોજ ૧૫ મિનિટ યોગા અને ધ્યાન વિના દિવસ શરૂ કરતી નથી. મને મારું કામ ગમે છે ત્યારે મારા માનસિક સ્વાસ્થ્ય કલ્યાણની આડમાં કામ નહીં આવે તેની ખાતરી રાખું છું. મારે માટે ધ્યાન ભગવાનની નજીક જવાની અને તેની સાથે ઊંડાણથી જોડાણ સાધવાની રીત છે, જેથી મારા નિયમિત જીવનનો તે અત્યંત મહત્ત્વપૂર્ણ હિસ્સો છે.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનની કટોરી અમ્મા તરીકે હિમાની શિવપુરી કહે છે, “હું શ્વાસની કસરત અને ધ્યાન રોજ કરું છું, કારણ કે તે મને એકાગ્રતા સાધી રાખવામાં મદદ કરે છે,
હકારાત્મક ઊર્જા આપે છે અને તાણથી રાહત આપે છે. માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ મોટે ભાગે લીઝર પ્રવૃત્તિ માનવામાં આવે છે અને મોટે ભાગે તે બેકસીટ પર જાય છે. આપણે આ માનસિકતામાં બદલાવ લાવવાની જરૂર છે.”
એન્ડટીવી પર ભાભી જી ઘર પર હૈની અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રે કહે છે, “માનસિક સ્વાસ્થ્ય કલ્યાણ બહુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે વિચારો, વર્તન અને ભાવનાઓ પર પ્રભાવ પાડે છે. હું અંગત, ભાવનાત્મક અને આધ્યાત્મિક વૃદ્ધિ અને વિકાસ હાંસલ કરવા યોગા કરું છું. ઉપરાંત મેં ડાન્સને પણ મારા નિત્યક્રમનો ભાગ બનાવ્યો છે, કારણ કે તે મને આનંદિત કરે છે અને જીવન પરિપૂર્ણકરે છે.
જોતા રહો મૌકા- એ- વારદાત- ઓપરેશન વિજય સાંજે ૭ વાગ્યાથી, ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કી રાત્રે ૯ વાગ્યાથી, ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ? રાત્રે ૯.૩૦ વાગ્યાથી, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે ૧૦ વાગ્યાથી અને ભાભીજી ઘર પર હૈ રાત્રે ૧૦.૩૦ વાગ્યાથી, દરેક સોમવારથી શુક્રવારે, ફક્ત એન્ડટીવી પર!