&ટીવીના બાલ શિવે 100 એપિસોડ પૂરા કર્યા

એન્ડટીવી બાલ શિવમાં ઉજવણીનો સમય આવી ગયો છે, કારણ કે શોએ 100 એપિસોડ પૂરા કર્યા છે! બાલ શિવ, મહાદેવ કી અનદેખી ગાથા, માતા અને પુત્ર મહાસતી અનુસૂયા અને બાલ શિવ વચ્ચે સુંદર અને ભાવનાત્મક સંબંધ દર્શાવે છે.
ટૂંક સમયમાં જ શો દર્શકોનો ફેવરીટ બની ગયો છે. શોના મુખ્ય કલાકારો બાલ શિવ- આન તિવારી, મહાસતી અનુસૂયા- મૌલી ગાંગુલી, મહાદેવ- સિદ્ધાર્થ અરોરા, દેવી પાર્વતી- શિવ્યા પઠાણિયા અને તારકાસુર- કપિલ નિર્માણ શોમાં તેમના પ્રવાસ અને 100 એપિસોડની સિદ્ધિ હાંસલ કરી તે બાબતે રોમાંચ વિશે વાત કરે છે.
બાલ શિવ ઉર્ફે આન તિવારી કહે છે, “હર- હર મહાદેવ! હું બાલ શિવ અને મારા પાત્ર માટે દર્શકોએ અદભુત ટેકો આપ્યો તે માટે તેમનો ખૂબ ખૂબ આભારી છું.
હું મહાદેવનો કટ્ટર ભક્ત છું અને બાલ રૂપની ભૂમિકા માટે માટે સપનાની ભૂમિકા છે. પાત્રએ દર્શકો સાથે એટલો મજબૂત સુમેળ સાધ્યો છે કે ઘણા બધા લોકોએ મને આનને બદલે હવે બાલ શિવ કહીને બોલાવવાનું શરૂ કર્યું છે અને મને પણ તે સારું લાગે છે.”
મહાસતી અનુસૂયા ઉર્ફે મૌલી ગાંગુલી કહે છે, “100 એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે. સમય ખરેખર ક્યાં વહી જાય છે ખબર પડતી નથી. આન, સિદ્ધાર્થ અને શિવ્યા તેમ જ અન્ય કલાકારો, ખાસ કરીને બાળક સાથે શૂટિંગ કરવાની મજા આવી. અમારી વચ્ચે મજબૂત જોડાણ સધાયું છે અને એક મોટો પરિવાર જેવા બની ગયા છીએ.
અમારે માટે આ મોટો અવસર છે અને અમે બહુ રોમાંચિત છીએ. અનુસૂયા અત્યંત મજબૂત પાત્ર છે અને મેં અગાઉ ભજવ્યા છે તેનાથી સાવ અલગ છે. મારા પાત્ર અને અમારા શો માટે આવો અદભુત ટેકો દર્શાવવા માટે દર્શકોની હું ખૂબ આભારી છું. હવે 100 એપિસોડની સિદ્ધિએ પહોંચ્યા છીએ.
મહાસતી અનુસૂયા અનુકંપા અને કટિબદ્ધતાનું આદર્શ સંમિશ્રણ છે. ઘણી બધી બાબતમાં હું માનું છું કે મારા અંગત વિકાસમાં સહાય થઈ છે. ભગવાન શિવ અમારી પર આશીર્વાદ વરસાવતા રહે અને અમને ભવિષ્યમાં પણ આવી સિદ્ધિઓની ઉજવણી કરવાની વધુ તકો આપે એવી પ્રાર્થના.”
મહાદેવ ઉર્ફે સિદ્ધાર્થ અરોરા કહે છે, “મહાદેવના આશીર્વાદ અને ટીમના પ્રયાસથી અમે આ સિદ્ધિ હાંસલ કરી છે. હર- હર મહાદેવ! જોકે ચાહકોના પ્રેમ અને ટેકા વિના આ શક્ય બન્યું નહીં હોત. હું મારી અંદર વિશ્વાસ રાખવા માટે અને મને મહાદેવની ભૂમિકા આપવા માટે પ્રોડ્યુસરો અને ચેનલનો આભારી છું.
શિવ કી નગરી તરીકે ઓળખાતા શહેરમાંથી આવ્યો હોવાથી આ પાત્ર ભજવવાનું મારે માટે સપનું સાકાર થવા જેવું છે. હું માનું છું કે ભગવાન શિવની ભૂમિકા ભજવવાનું કોઈ પોતે પસંદ નહીં કરી શકે, પરંતુ તેમના આશીર્વાદથી આ ભૂમિકા ભજવવા મળે છે. મને મને ભગવાન શિવનું પાત્ર ભજવવા માટે પસંદ કરાયો તે આશીર્વાદરૂપ લાગે છે.
હું જે પણ કામ કરું છું તેમાં મહાદેવની ભૂમિકા સ્ક્રીન પર ભજવેલી મારી સૌથી ઉત્તમ ભૂમિકા બની રહેશે. મને બાલ શિવ જેવા શોનો હિસ્સો બનવાનુ સન્માનજનક લાગે છે, જે સુંદર રીતે શિવ અને તેની માતા વચ્ચેના પવિત્ર સંબંધને બતાવે છે.”
દેવી પાર્વતી ઉર્ફે શિવ્યા પઠાણિયા કહે છે, ”શોએ 100 એપિસોડનું નિશાન પાર કર્યું તે માનવામાં આવતું નથી. બાલ શિવ સાથે મારો પ્રવાસ હજુ તો શરૂ થયો છે અને હું મારા બધા સહ-કલાકારો, ડાયરેક્ટરો, લેખકો અને પડદા પાછળની આખી ટીમને આ શ્રેય આપું છું. તેમણે આ માટે ભરપૂર પ્રયાસ કર્યા છે.
કલાકાર તરીકે આ શોએ નવું નવું કરવા મને ઘણી બધી તકો આપી છે. અને હું ઘણી બધી ભાવનાઓ મહેસૂસ કરું છું. હું શોમાં દેવી પાર્વતીની ભૂમિકા ભજવી રહી છું છતાં મને મા કાલીનું પાત્ર ભજવવાની પણ તક મળી છે અને મારા કમ્ફર્ટ ઝોનની બહાર કશું કરવા મળ્યું છે. મને હમણાં સુધી જે પણ મળ્યું તેનો સંતોષ છે અને દર્શકો અમારી પર આ રીતે જ પ્રેમ વરસાવતા રહેશે એવી આશા છે. આ સિદ્ધિ અમને અમારા દર્શકોને મનોરંજિત કરવાનું ચાલુ રાખવા પ્રેરણા આપે છે.”
તારકાસુર ઉર્ફે કપિલ નિર્મલ કહે છે, “આ મારો સૌપ્રથમ પુરાણકથાનો શો છે અને મને કલાકારો અને ક્રુ સાથે 100 એપિસોડની સિદ્ધિની ઉજવણી કરવાની ખુશી છે.
નકારાત્મક ભૂમિકા ભજવવા છતાં મને મારા પાત્ર તારકાસુર માટે હકારાત્મક ફીડબેક પ્રાપ્ત થયો છે. તે બતાવે છે કે આ શો અને તેનાં પાત્રો દર્શકોનાં મનમાં શું સ્થાન ધરાવે છે. હું ચેનલ અને આ શો બનાવવા માટે દિવસરાત કામ કરતી તેની પાછળની આખી ટીમને અભિનંદન આપવા માગું છું.”