Western Times News

Gujarati News

ટીવી અભિનેત્રી જાસ્મીન ભસીને નવું ઘર ખરીદ્યું

મુંબઈ, ટેલીવીઝનની પોપ્યુલર અભિનેત્રી અને બિગ બોસ ૧૪ની સ્પર્ધક જાસ્મીન ભસીને પોતાના માટે એક નવું ઘર ખરીદ્યું છે. ૩૧ વર્ષીય અભિનેત્રી જાસ્મીને એક લક્ઝરી અપાર્ટમેન્ટ ખરીદ્યું છે. જાસ્મીન આ ઘર ખરીદીને ઘણી ખુશ છે. જાસ્મીને ઘર ખરીદીને પોતાનું સપનું સાકાર કર્યું છે. ઉલ્લેખનીય છે કે જાસ્મીન ભસીન અને અલી ગોની લાંબા સમયથી રિલેશનશિપમાં છે.

પોતાની ગર્લફ્રેન્ડે નવું ઘર ખરીદ્યું તો અલી ગોનીએ ખુશી વ્યક્ત કરી છે. જાસ્મીને એક સુંદર તસવીર પોસ્ટ કરીને જાસ્મીનને શુભકામનાઓ પાઠવી છે. પરંતુ આ પોસ્ટ પર જાસ્મીને જે ઉત્તર આપ્યો છે તે ઘણો પ્રેમભર્યો છે. અલી ગોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જાસ્મીન ભસીન સાથેની એક તસવીર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, મને તારા પર ગર્વ છે.

તારા નવા ઘર માટે શુભકામનાઓ. મને ખબર છે આ મેળવવા માટે તે કેટલી મહેનત કરી છે. અલીએ કેપ્શનમાં હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. અલીની આ પોસ્ટ પર જાસ્મીને ખૂબ જ પ્રેમભરી કમેન્ટ કરી છે. જાસ્મીને લખ્યું છે કે, આપણું ઘર.

ફેન્સ આ કમેન્ટને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અલી અને જાસ્મીનની જાેડીને લોકો ખૂબ પસંદ કરે છે. આ જાેડીનું અલગ જ ફેનબેઝ છે. તેઓ અલીની આ પોસ્ટ પર અને જાસ્મીનની કમેન્ટ પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

અલી સિવાય મનોરંજન દુનિયાના અન્ય લોકોએ પણ જાસ્મીનને નવા ઘર માટે શુભકામનાઓ પાઠવી છે. જાસ્મીને પોતાના ઘરને ‘આપણું ઘર’કહ્યું છે, જેના પરથી લાગી રહ્યું છે કે આ કપલ વચ્ચે ઘણા ગાઢ સંબંધ છે અને તેઓ હંમેશા સાથે રહેવાનો ઈરાદો કરી ચૂક્યા છે.

જાસ્મીન ભસીને પોતાના નવા ઘરનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. તેણે લીવિંગ રુમમાં ઘણા સારા ઈન્ટિરિયરનો ઉપયોગ કર્યો છે. ઘડિયાળ, પડદા અને મોડર્ન ફર્નિચરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ બધી વસ્તુઓના કારણે ઘરને લક્ઝરી લુક મળ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.