ટીવી એકટ્રેસ અચિંત કૌરે સોશિલ મીડિયા પર કામ માગ્યું

પીઢ અભિનેત્રી પાસે હાલ કોઈ ઓફર નથી
થોડા દિવસો પહેલાં પીઢ ટીવી કલાકાર અમન વર્મા ઈવેન્ટસમાં જાદુના ખેલ કરી કામ ચલાવી રહ્યો હોવાના અહેવાલો હતા
મુંબઈ,ટીવી શો સાસ ક્યું કિ સાસ ભી કભી બહુ થી અને જમાઇરાજામાં નેગેટિલ રોલ કરી જાણીતી બનેલી અચિંત કૌરે સોમવારે ઇન્સ્ટા પર એક વિડિયો પોસ્ટ કરી પોતે કામની શોધમાં હોવાનું જણાવ્યું છે. થોડા દિવસો પહેલાં પીઢ ટીવી કલાકાર અમન વર્મા ઈવેન્ટસમાં જાદુના ખેલ કરી કામ ચલાવી રહ્યો હોવાના અહેવાલો હતા. હવે અચિંત કૌરે પોતાની પાસે કોઈ કામ નહિ હોવાનું જણાવ્યું છે. વિડિયોમાં અચિંતે જણાવ્યું છે કે હેલો દોસ્તો, મને આશા છે કે તમે બધાં મોજમાં હશો. હું ં એક એક્ટ્રેસ અને વોઇસ આર્ટિસ્ટ છું અને ઘણાં વર્ષાેથી અલગ અલગ પ્રકારના પ્રોજકેટ્સમાં કામ કરી ચૂકી છું.
હાલ હું નવા અને સારા કામની તલાશમાં છું. આ કામ ભારતમાં હોય કે વિદેશમાં, શોર્ટ ફિલ્મ હોય કે વાઇસ ઓવર, વેબ સિરિઝ હોય કે સોશ્યલ મિડિયા પર કોલોબોરેશન હું કોઇપણ ક્રિએટિવ કામ દિલથી કરવા માટે તૈયાર છું. તમને અથવા તમારી ઓળખાણમાં કોઇને આવી તકની જાણ હોય તો મારા મેનેજર અને સોશ્યલ મિડિયા મેનેજરનો સંપર્ક કરવા વિનંતી છે. અચિંત કૌરે વિડિયોની સાથે જણાવ્યું છે કે એક એક્ટરની જિંદગીમાં ઉતાર ચડાવ આવતાં રહે છે. હું હવે આગળની સફર માટે તૈયાર છું. અચિંતે ટીવી શો ઉપરાંત હિરોઇન, ૨ સ્ટેટ અને કલંક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં તેની વેબ સિરિઝ જમાઇ ટુમાં તે દુર્ગાદેવીની ભૂમિકામાં જોવા મળી હતી. SS1