ટીવી એક્ટર આશિષ શર્મા મહામારીમાં ખેડૂત બન્યો
મુંબઈ: મહામારીએ આપણને જીવનને વધારે સારી રીતે ઉજવણી કરતાં શીખવ્યું છે. મહામારીએ આપણને પરિવારને વધારે સમય આપતાં શીખવ્યું, તો કેટલાકે કૂકિંગ તો કેટલાકે પેઈન્ટિંગમાં હાથ અજમાવ્યો. એક્ટર આશિષ શર્મા, કે જે પ્રકૃતિ પ્રેમી છે તેણે પોતાના મૂળ તરફ પરત ફરવાનું અને રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા તેના ગામ થાનેરાની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું.
“લવ સેક્સ ઓર ધોખા” એક્ટર ખેડૂત બની ગયો હતો. આશિષ ગામમાં રહીને બીજ રોપતા, ગાયને દોહતા અને ટ્રેક્ટર ચલાવતા પણ શીખ્યો હતો. તેણે કહ્યું આપણે જીવનની નાની-નાની બાબતો ભૂલી ગયા છીએ. જીવન પાસેથી આપણે શું જાેઈએ છીએ તે જાણવાની તક મહામારીએ આપી છે. મને સમજાયું કે, નાની-નાની બાબતો જીવનને કેવી રીતે સુંદર બનાવે છે. મેં મારા મૂળ તરફ પરત ફરવાનું અને ખેડૂત બનવાનું નક્કી કર્યું.
વર્ષોથી ખેતી એ જ અમારો વ્યવસાય હતો પરંતુ મુંબઈ શિફ્ટ થયા બાદ હું તે ભૂલી ગયો હતો. તેથી, મેં પરત આવવાનું અને સાદગીપૂર્ણ જીવન જીવવાનું નક્કી કર્યું’. પત્ની અર્ચના સાથે ગામ ગયેલા એક્ટરે પોતાના ખેતરમાં ખુલ્લા આકાશ નીચે ઊંઘવાની પણ મજા લીધી. ‘ખુલ્લા આકાશ નીચે ઊંઘવાનું, રાતે તારા સામે જાેવાનું અને સવારે પક્ષીઓના અવાજથી ઊઠવાનું…મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા.
મને ખુલ્લામાં ઠંડા પાણીથી નહાવાની પણ મજા આવી. બધી જૂની યાદો તાજા થઈ ગઈ. આશિષ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતીનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આખરે, તેને તે તક મળી ગઈ. અમારી પાસે ગામડામાં ૪૦ એકર જમીન છે અને ૪૦ ગાય છે. મોટાપાયે હેલ્ધી ઈટિંગને પ્રમોટ કરવાનો હેતુ છે. મારો હેતુ મધર નેચરની નજીક રહેવાનો છે’, તેમ એક્ટરે જણાવ્યું.
આશિષ અને અર્ચનાએ જયપુરમાં રહેતી તેની માતા સાથે પણ કેટલાક દિવસો પસાર કર્યા હતા. મારા માતા-પિતાને મળ્યો તેને આશરે એક વર્ષ થઈ ગયું હતું. વધુમાં, થોડા મહિના પહેલા બંનેને કોવિડ-૧૯ થયો હતો. તેઓ રિકવર થઈ ગયા છે અને હવે એકદમ સ્વસ્થ છે. ત્યારથી તેમને ન મળી શક્યો હોવાથી આતુર હતો તેમ આશિષે કહ્યું હતું.