Western Times News

Gujarati News

ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી

મુંબઈ, ૪૪ વર્ષીય સમીર શર્માએ બુધવાર ૫ ઓગસ્ટે આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સમીરે મલાડ સ્થિત પોતાના ભાડાના ફ્લેટમાં રસોડામાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. સમીર મલાડ વેસ્ટમાં અહિંસા માર્ગ પર નેહા સીએચએસ નામની બિલ્ડિંગમાં રહેતો હતો. સમીર આ વર્ષે ફેબ્રુઆરીમાં જ અહીંયા રહેવા આવ્યો હતો. હાલમાં સમીર યે રિશ્તે હૈ પ્યાર કેમાં કૂહૂ (કાવેરી પ્રિયમ)ના પિતાના રોલમાં જાેવા મળતો હતો. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાના ભાઈની ભૂમિકા પણ સમીરે ભજવી હતી.

પોલીસના મત એક્ટરે બે દિવસ પહેલાં આત્મહત્યા કરી હતી. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. એક્ટર સાથે જાેડાયેલા સૂત્રોના મતે, છેલ્લાં થોડાં વર્ષથી સમીરની તબિયત સારી નહોતી અને તેને કારણે તે દવાઓ લેતો હતો. જાેકે, થોડાં મહિનાથી તેની તબિયતમાં સુધારો થયો હતો અને તે સેટ પર પણ આવતો હતો. જો કે, લોકડાઉન બાદથી તેનો ટ્રેક શરૂ થયો નહોતો.
બુધવારના રોજ નાઈટ ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીરના શબને જોયું હતું અને સોસાયટીના લોકોને આ અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સુસાઈડ નોટ ન મળવાથી પોલીસને સમીરે કેમ આત્મહત્યા કરી તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકી નથી.

મલાડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક જ્યોર્જ ફર્નાન્ડિઝે કહ્યું હતું કે હાલમાં આકસ્મિક મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ડેડ ોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. સમીર શર્મા મૂળ દિલ્હીનો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તે બેંગલુરૂ ગયો હતો અને અહીંયા તેણે એડ એજન્સીમાં કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે એક્ટિંગ વર્લ્ડમાં નસીબ અજમાવવા માટે મુંબઈ આવી ગયો હતો.

સમીર જ્યોતિ, કહાની ઘર ઘર કી, લેફ્ટ રાઈટ લેફ્ટ, ઈસ પ્યાર કો ક્યા નામ દૂ, ક્યોંકી સાસભી કભી બહુ થી, ગીત હુઈ સબસે પરાઈ, ૨૬-૧૨, દિલ ક્યા ચાહતા હૈ, વો રહનેવાલી મહલો કી, આયુષ્યમાન ભવ, ભૂતમાં જાેવા મળ્યો હતો. સમીરની ડેબ્યૂ ફિલ્મ હંસી તો ફંસી હતી. સમીર ઈત્તેફાકમાં પણ જાેવા મળ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.