ટીવી સીરિયલ અનુપમામાં ગૌરવ ખન્નાની એન્ટ્રી થશે
મુંબઈ, ટીવી શો ‘અનુપમા’માં નવી એન્ટ્રી થવાની છે. રોનિત રોય, રામ કપૂર અન અરશદ વારસી જેવા ઘણા સેલેબ્સના નામ આ ભૂમિકા માટે વિચારવામાં આવી રહ્યા હતા. જાે કે, અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને એક્સક્લુઝિવ માહિતી મળી છે કે, એક્ટર ગૌરવ ખન્ના ઘણા સમયથી રાહ જાેવાઈ રહેલા પાત્ર અનુજ કાપડિયાનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે, જે અનુપમના કોલેજનો મિત્ર હશે.
સૂત્રોએ માહિતી આપી છે કે ગૌરવ ખન્ના શોમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. એક્ટર ઘણા સમયથી પોતાના રોલ માટેની તૈયારી કરી રહ્યો છે અને પોતાનો લૂક ફાઈનલ કરવા માટે મેકર્સ સાથે કામ કરી રહ્યો છે. આગામી દિવસોમાં ગૌરવ શૂટિંગ શરૂ કરશે અને આવતા અઠવાડિયે તેનો ટ્રેક ઓન એર થશે. તે અનુપમાનો ભાગ બનવાને લઈને ઉત્સાહિત છે. ગૌરવ ખન્ના યે પ્યાર ના હોગા કમમાં અબીર બાજપેયીનું પાત્ર ભજવવા માટે જાણીતો છે, જેમાં તેની ઓપોઝિટમાં યામી ગૌતમ હતી. તેણે ચંદ્રગુપ્ત મૌર્ય, લાલ ઈશ્ક, ચંદ્ર નંદિની જેવા ઘણા શો કર્યા છે.
શોના હાલના ટ્રેકની વાત કરીએ તો, અનુપમાના જીવનમાં ઘણુ બધું થઈ રહ્યું છે. અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી ભજવી રહી છે, જેને ફ્રોડ થયા બાદ પેનિક અટેક આવે છે. હાલના ટ્રેકમાં તે પ્લોટ બચાવવામાં લાગી છે, જેના પર તેની ડાન્સ એકેડેમી અને કેફે છે.
જાે કે, ડાન્સ એકેડેમી અને કેફે બચાવવા માટે એવો રસ્તો પકડ્યો છે જેના માર્ગમાં માત્ર કાંટા છે. પરિવારને તકલીફમાં જાેઈને અનુપમા વેવાણ રાખી દવેના ઘરે જઈને મદદ માગવાનું નક્કી કરે છે. તે રાખી દવેના ઘરે જાય છે અને બીજી તરફ તે પણ મદદ કરવા માટે તૈયાર થઈ જાય છે. મદદના બદલામાં રાખી અનુપમા પાસેથી તેનું ઘર માગી લે છે. રકમ ચૂકવાયા બાદ જ ઘર પરત કરશે તેવું કહે છે.
આ દરમિયાન રાખી દવે રક્ષાબંધનની ઉજવણી કરવા અનુપમાના ઘરે જાય છે. જ્યાં તે બધાની વચ્ચે અનુપમા સાથે થયેલી ડીલ વિશે જણાવી દે છે. અનુપમાના પગલાથી ઘરના તમામ સભ્યો નારાજ છે.SSS