ટી૨૦ વર્લ્ડકપની નિષ્ફળતા વિરાટ કોહલીને ભારે પડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Virat-Kohli1-1024x683.jpg)
નવી દિલ્હી, ભારતના પૂર્વ વિકેટકીપર-બેટર સબા કરીમે કહ્યું કે આઈસીસી ટ્રોફી ન જીતવાના કારણે વિરાટ કોહલીને ભારતની વનડે ટીમના કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો. ટી૨૦ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરતા વિરાટ કોહલીએ વર્લ્ડ કપ ૨૦૨૩ સુધી વનડે ટીમનું નેતૃત્વ ચાલુ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
જાે કે ચેતન શર્માના નેતૃત્વવાળી સિલેક્શન કમિટીએ જાહેરાત કરી કે સ્ટાર ઓપનર રોહિત શર્મા ભારતની વનડે અને ટી૨૦ ટીમોનું નેતૃત્વ સંભાળશે.
સબી કરીમે ખેલ નીતિ નામના એક શોમાં કહ્યું કે એવું કહેવું યોગ્ય હશે કે વિરાટ કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપમાંથી હટાવવામાં આવ્યો છે. તેણે ટી૨૦ની કેપ્ટનશીપ છોડતી વખતે જ જાહેરાત કરવી જાેઈતી હતી કે તે વનડે ટીમનો કેપ્ટન રહેવા માગતો નથી. પરંતુ તેણે એમ ન કર્યું. તેનો અર્થ એ છે કે તે વનડે ટીમના કેપ્ટન તરીકે રહેવા માંગતો હતો. પરંતુ આઈસીસી ટ્રોફી ન જીતવાના કારણે કોહલીને વનડે ટીમની કેપ્ટનશીપમાંથી હટાવી દેવાયો.
સબા કરીમને લાગે છે કે વિરાટ કોહલીને વનડે કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોહલીએ પોતે જાહેરાત કરી હતી કે તે ટી૨૦ ક્રિકેટમાં ભારતીય ટીમના કેપ્ટન તરીકે પદ છોડી રહ્યો છે. પરંતુ વનડેમાં કેપ્ટન તરીકે રહેવા માંગે છે.
સબા કરીમે પણ કહ્યું કે રાહુલ દ્રવિડ એવો વ્યક્તિ છે કે જે હંમેશા પોતાના ખેલાડીઓ સાથે સ્પષ્ટ રીતે સંવાદ કરવા માંગે છે. આથી મને વિશ્વાસ છે કે દ્રવિડ કે બીસીસીઆઈના અધિકારીએ કોહલી સાથે આ અંગે વાતચીત કરી હશે.SSS