ટી.બી.:કોરોના કરતા વધુ ચેપી અને ઘાતક
અમદાવાદમાં દર વરસે ટી.બી.ના ૧ર હજાર કરતા વધુ કેસ-૭૦૦ કરતા વધુ મરણ
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: વિશ્વભરમાં કોરોના વાયરસ આતંક મચાવી રહ્યો છે.ે કોરોનાની સામે મહાસત્તાઓ પણ વામણી સાબિત થઈ રહી છે. અમેરીકા, બ્રિટન, રશિયાની જેમ ભારતમાં પણ રોજ ખુબ જ મોટી સંખ્યામાં કોરોનાના કસ બહાર આવી રહ્યા છે. સ્માર્ટ સીટી અમદાવાદમાં પણ છેલ્લા અઢી મહિનાથી કોરોનાનો કહેર વધી રહ્યો છ. કોરોના ચેપી રોગ હોવાથી તેના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સરકાર તરફથી જનજાગૃતિના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા તેને વેશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ત્રણ જુલાઈ સુધી કોરોનાના ર૦૬૯૦ કેસ નોંધાયા છે. તેમજ ૧૪૩૦ દર્દીના મૃત્યુ નિપજેયા છે. શહેરમાં કોરોનાને લઈને નાગરીકોમાં અલગ પ્રકારનો ડર જાવા મળે છે. પરંતુ કોરોનાની કરતા અનેકગણા વધુ ચેપી માનવામાં આવતા ટી.બી. રોગચાળા સામે નાગીકો અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શહેરમાં દર વરસે ટી.બી.ના ૧ર હજાર કરતા વધારે કેસ અને ૭૦૦ કરતા વધુ મૃત્યુ નોંધાય છે. તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને નિયંત્રણમાં લેવા માટે કોઈ જ એકશન પ્લાન નથી કે અલગ બજેટ પણ નથી. કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ક્ષય રોગ (ટીબી) ના દર્દીઓને સારવાર અને સહાય આપવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા એક દાયકાથી ટી.બી.ના રોગચાળાનો આતંક વધી રહ્યો છે. ધુમ્રપાન, આલ્કોહોલનું વધારે પ્રમાણમાં સેવન, દુષિત હવા-પાણી તેમજ અપૌષ્ટીક આહારના કારણે ક્ષયરોગ થાય છે. શહેરની સેવાવસ્તીઓમાં ક્ષય રોગના દર્દીઓની સંખ્યા વધારે છે. અમદાવાદમાં ર૦૧૦ થી ર૦૧૯ સુધીના સમયગાળામાં ટી.બી.ના ૯૮પ૮ર કેસ નોંધાયા છે. જે પૈકી પપ૪૧ દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષના કેસ અને મરણની સંખ્યા પર દ્રષ્ટીપાત કરીએ તો ર૦૧પ ના વર્ષમાં ટી.બી.ના ૯૪૧૮ કેસ અને પ૩૪ મરણ થયા હતા. ર૦૧૬માં ૧૦૦૩૭ કેસ અને પ૮ર મૃત્યુ, ર૦૧૭માં ૧૧પ૭૬ કેસ અને ૭૪૪ મરણ, ર૦૧૮માં ૧રપ૬૯ કેસ તેમજ ૭૭પ મરણ તથા ર૦૧૯માં ૧ર૦૪૮ કેસ અને ૭ર૩ દર્દીના મૃત્યુ નિપજયા હતા.
આમ, ર૦૧પ થી ર૦૧૯ સુધી ટી.બી.ના પપ૬૪૮ કેસ નોંધાયા હતા. જે પૈકી ૩૩પ૮ દર્દીના મૃત્યુ થયા હતા. કોરોના વાયરસ એક દર્દીથી વધુમાં વધુ બે થી ત્રણ વ્યક્તિને ચેપ લાગી શકે છે, જ્યારે ટી.બી. ના એક દર્દીથી ૧પ વ્યક્તિને ચેપ લાગવાની શક્યતા છે. આમ, કોરોના કરતા ટી.બી.માં સંક્રમણનો વ્યાપ વધારે છે. એવી જ રીતે મૃત્યુ દર પણ વધુ છે. અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ વર્ષના કેસ અને મરણની સંખ્યાના આધારે ગણતરી કરવામાં આવે તો ક્ષય રોગના દર્દીઓનો મૃત્યુ દર ૬ ટકા જેટલો થાય છે. અમદાવાદમાં કોવિડ દર્દીઓનો મૃત્યુ દર પણ વધારે છે. પરંતુ વિશ્વના અન્ય દેશોમાં કે દેશના બીજા શહેરોમાં કોરોનાનો મૃત્યુ દર બે થી ત્રણ ટકા જ રહ્યો છે.
એવી જ રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દાયકા પહેલાં વૈશ્વિક મહામારી જાહેર કરવામાં એચ૧એન-૧ વાયરસના છેલ્લા એક દાયકામાં આઠ હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાયા છે. શહેરમાં ર૦૧૭ના વર્ષમાં સ્વાઈનફ્લુના ર૬૪૭ કેસ અને ૧પ૦ મૃત્યુ, ર૦૧૮માં ૭૭૭ કેસ અને ર૯ મરણ તેમજ ર૦૧૯માં ૧૩૩૭ કેસ અને ર૮ મૃત્યુ થયા હતા. ટી.બી.ની સરખામણીમાં સ્વાઈન ફલ્ના કેસ અને મરણ ખુબ જ ઓછા છે તેમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ક્ષય રોગને નિયંત્રણમાં લેવા માટે કોઈ જ એકશન પ્લાન નથી. તેમજ બજેટના નામે પણ શૂન્ય છે. ચોંકાવનારી બાબત એ છે કે ક્ષય રોગના દર્દીઓની સારવાર માટે ગીતામંદિર પાસે એક માત્ર હોસ્પીટલ હતી તેને પણ તોડી પાડવામાં આવી છે. જ્યારે રૂ.૧૬૦૦ કરોડના ખર્ચથી તૈયાર કરવામં આવેલી એસવીપી હોસ્પીટલમાં ટી.બી. માટે કોઈ અલગ વ્યવસ્થા જ નથી.
શહેરના શ્રમજીવી વિસ્તારોમાં ક્ષય રોગના કેસની સંખ્યા વધારે જાવા મળી રહી છે. બહેરામપુરા, દાણીલીમડા, રખિયાલ, ગોમતીપુર,
અમરાઈવાડી વગેરે વિસ્તારોમાં ટી.બી.ના દર્દીઓની સંખ્યા વધારે છે. ર૦૧પ થી ર૦૧૯ સુધી અમરાઈવાડી વિસ્તારમાં ટી.બી.ના ૩૮૦૧૯ કેસ અને ૧૯૭ મરણ, બહેરામપુરામાં ૪ર૦૪ કેસ અને ર૦૮ મૃત્યુ, ભાઈપુરામાં ર૭૮ર કેસ અને રર૬ મરણ, રખિયાલમાં ૩૮૪૧ કેસ અને ૧૮૯ મૃત્ય્, દાણીલીમડામાં રપ૧૪ કેસ તથા ૧૪૯ મૃત્યુ, તેમજ અસારવામાં ૩૩૬૦ કેસ અને ર૪૮ મૃત્યુ નોંધાયા છે.
કેન્દ્ર સરકારની યોજનાના અમલ માટે મનપા દ્વારા નોડલ ઓફિસર તરીકે ડો.તેજસ શાહની નિમણુંક કરવામાં આવી છે. ડો.તેજસ શાહના જણાવ્યા અનુસાર ટી.બી.ના બે પ્રકાર છે. જેમાં ડ્રગ- રેસીસટન્ટ ટી.બી. (એમડીઆર) વધુ ઘાતક છે. અમેડીઆર ટી.બી. ના દર વરસે ૬૦૦ જેટલા કેસ નોંધાયા છે. જે પૈકી ૪૦ ટકા દર્દીઓના મૃત્યુ થયા છે. એમડીઆર ટી.બી.ના દદ્ર્યીને ૧૧ થી ૩૦ મહિના સુધી સારવાર આપવામાં આવે છે.
ર૦૧૬ થી ટી.બી.ના દર્દીઓને બેડાક્યુલીન નામની દવા આપવામાં આવે છે. જેનો દર્દી દીઠ રૂ.સાત લાખનો ખર્ચ થાય છે.
ટી.બી.ના દર્દીઓને પૌષ્ટીક આહાર માટે દર મહિને રૂ.પ૦૦ આપવામાં આવે છે. જે તેમના બેંક ખાતામાં જમા થાય છે. એક વર્ષમાં દસ હજાર દર્દીઓને સદર યોજના અંતર્ગત રૂ.બે કરોડ દસ લાખની સહાય આપવામાં આવી છે. ટી.બી. ચેપી રોગ છે. એક દર્દી દ્વારા રોગ છુપાવવામાં આવે તો તેની અસર ૧પ વ્યક્તિને થઈ શકે છે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.