ટી ૨૦ઃ ટીમ ઇન્ડીયાએ દ.આફ્રીકાને ૮૨ રનથી આપી માત, સીરીઝમાં ૨-૨ થી બરાબરી
રાજકોટ, ટીમ ઇન્ડીયાએ રાજકોટમાં રમાયેલી ટી૨૦ સીરીઝની ચોથી મેચમાં દક્ષિણ આફ્રીકાને ૮૨ રનથી માત આપી છે. ભારત માટે દિનેશ કાર્તિકે ફિફ્ટી ફટકારી હતી. જ્યારે આવેશ ખાને ૪ વિકેટ ઝડપી હતી. ટીમ ઇન્ડીયાએ આ જીત સાથે જ પાંચ મેચોની સીરીઝમાં ૨-૨ ની બરાબરી કરી લીધી છે. આફ્રીકાની ટીમ શરૂઆતમાં બે મેચ જીતી હતી, ત્યારબાદ ભારતે શાનદાર વાપસી કરી.
ભારતે ચોથી ટી૨૦માં દક્ષિણ આફ્રીકાને ૧૭૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં આફ્રીકાની ટીમ ફક્ત ૮૭ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
દક્ષિણ આફ્રીકા માટે ક્વિંટન ડિ કોક અને તેમ્બા બાવુમા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન બાવુમા ૮ રન બનાવીને રિયાયર્ડ હર્ટ થઇ ગયા. જ્યારે ડિકોક ૧૪ રન બનાવીને આઉટ થઇ ગયા. પ્રિટોરિયસ ખાતું ખોલાવી શક્યા નહી અને આઉટ થઇ ગયા.ડુસેને ૨૦ બોલમાં ૨ઓ રન બનાવીને આઉટ થઇ ગયા. હેનરિક ક્લાસેન ૮ રન બનાવીને આઉટ થયા. ડેવિડ મિલર પણ કંઇ ખાસ કરી શક્યા નહી. તે ૯ રન બનાવીને આઉટ થઇ ગયા.
માર્કો જેનસેન ૧૭ બોલમાં ૧૨ રન બનાવીને આઉટ થયા. કેશવ મહારાજ ઝીરોના સ્કોર પર આઉટ થયા. નોર્ટઝે પણ ફક્ત ૧ રન બનાવીને પેવેલિયન તરફનો રસ્તો પકડ્યો. આ પ્રકારે આખી ટીમ ૧૬.૫ ઓવરમાં ફક્ત ૮૭ રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ.HS1MS