ટી ૨૦ ફોર્મેટમાં કોહલી ટોપ-૧૦ની યાદીમાંથી પણ બહાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Virat-Kohli-3-scaled.jpg)
મુંબઇ, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી ૨૦ સિરીઝ ૩-૦થી જીત્યા પછી ઈન્ડિયન ખેલાડીને આઇસીસી રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. એવામાં ટી ૨૦ના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટને આને કારણે મોટો ફટકો પડ્યો છે.આઇસીસીએ જાહેર કરેલી યાદીમાં ટી ૨૦ ફોર્મેટમાં કોહલીનું નામ ટોપ-૧૦ બેટરમાં પણ ક્યાંય જાેવા મળી રહ્યું નથી. એવામાં બીજી બાજુ કે.એલ.રાહુલ અને રોહિત શર્માને દ્ગઢ સિરીઝથી ઘણો ફાયદો થયો છે.
આઇસીસીએ બુધવારે ટી ૨૦ ફોર્મેટના રેન્કિંગની નવી યાદી બહાર પાડી હતી, જેમાં ઈન્ડિયન ટીમના વિસ્ફોટક ઓપનર કે.એલ.રાહુલને એક ક્રમાંકનો ફાયદો થયો છે. એનાથી રાહુલ ૭૨૯ પોઈન્ટ સાથે પાંચમા નંબરનો ખેલાડી બની ગયો છે.
વિરાટ કોહલીની વાત કરીએ તો તે ટોપ-૧૦ની રેસમાંથી બહાર ફેંકાઈ ગયો છે. અત્યારે વિરાટ ૬૫૭ પોઈન્ટ સાથે ૧૧મા ક્રમાંક પર છે. ઈન્ડિયન ટીમના ટી ૨૦ કેપ્ટન રોહિત શર્માને પણ ન્યૂઝીલેન્ડ સિરીઝથી ઘણો ફાયદો થયો છે અને તે ૬૪૫ પોઈન્ટ સાથે ૧૩મા ક્રમાંક પર છે.
૨૦ રેન્કિંગમાં બાબર આઝમ ૮૦૯ પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે, જ્યારે ડેવિડ મલાન ૮૦૫ પોઈન્ટ સાથે બીજા અને એડન માર્કરમ ૭૯૬ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. તેવામાં પાકિસ્તાનનો ઓપનર મોહમ્મદ રિઝવાન ૭૩૫ પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે.
અત્યારે જાહેર કરાયેલા ટોપ-૧૦ ખેલાડીની યાદીમાં એકપણ ઈન્ડિયન બોલરને સ્થાન મળ્યું નથી. એમાં ૭૯૭ પોઈન્ટ સાથે શ્રીલંકન બોલર વાણિંદુ હસરંગા પહેલા નંબર પર છે, જ્યારે દ.આફ્રિકાનો બોલર તબરેધ શમ્સી ૭૮૪ પોઈન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયન બોલર એડમ ઝેમ્પા ૭૨૫ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.
બોલિંગની જેમ મોહમ્મદ નબીએ ૨૬૫ પોઈન્ટ સાથે અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી પહેલા ક્રમાંક પર છે. જ્યારે બાંગ્લાદેશનો શાકીબ અલહસન ૨૩૧ પોઈન્ટ સાથે બીજા તથા ઇંગ્લેન્ડનો લિયમ લિવિંગ્સ્ટોન ૧૭૯ પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ઉલ્લેખનીય છે કે આ ટોપ-૧૦ની યાદીમાં પણ એકપણ ભારતીય ખેલાડી સામેલ નથી.HS