ટુંક સમયમાં આખા ઉત્તર ભારતમાં ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ
નવીદિલ્હી: ગરમીથી ત્રસ્ત ઉત્તર ભારત માટે રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગને પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે બંગાળની ખાડીમાંથી નીકળેલી ભેજવાળા પવનો ઉત્તર-પશ્ચિમ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે અને અનુમાન મુજબ તે ૧૦ જુલાઈ સુધી દિલ્લી, પંજાબ અને ઉત્તર હરિયાણામાં પહોંચી જશે. જેના કારણે ૧૦ જુલાઈથી લઈને આવતા ૫ દિવસો સુધી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્લી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં ભારે વરસાદની સંભાવના છે.
૧૧ જુલાઈથી લઈને આગલા ૩ દિવસો સુધી જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, બંગાળ અને ઝારખંડ-બિહારમાં ભારે વરસાદના અણસાર જાેવા મળી રહ્યા છે. જ્યારે આવતા ૨૪ કલાક દરમિયાન બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, છત્તીસગઢ, તેલંગાના, ઓરિસ્સા, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને મરાઠવાડામાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે અને આના કારણે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ભારતીય હવામાન વિભાગે કહ્યુ હતુ કે દિલ્લી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ચોમાસુ ૧૦ જુલાઈ સુધી દસ્તક દઈ શકે છે અને લોકોને ગરમીથી છૂટકારો મળી શકશે. હાઈડ્રોલૉજીમાં ચોમાસાનો અર્થ છે – એવા પવનો જે વરસાદ કરાવે. અરબ સાગર તરફતી ભારત બાજુ સાઉથ-વેસ્ટ કોસ્ટથી આવતા પવનોના કારણે વરસાદ થાય છે તેને ચોમાસુ કહેવાયુ છે. દેશમાં ચોમાસુ ૪ મહિના હોય છે.
સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આવતા ૨૪ કલાક દરમિયાન બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદ જાેવા મળી શકે છે. વળી, ૧૧-૧૨ જુલાઈએ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાના, કર્ણાટક, મરાઠવાડા, આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, કેરળ, કોંકણ, ગોવા, ગુજરાત, રાજસ્થાન, અંદમાન-નિકોબાર, લક્ષદ્વીપ, તમિલનાડુ અને પશ્ચિમી હિમાલયમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.