ટુવ્હીલરચાલકોએ ફરજિયાત ISI માર્કવાળું હેલ્મેટ પહેરવું પડશે
નવી દિલ્હી: રાજ્યમાં ટુ-વ્હીલર ચલાવતા વાહનચાલકોએ જૂન-૨૦૨૧થી સ્ટાન્ડર્ડ આઈએસ માર્કવાળું હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. કેન્દ્ર સરકારે નવેમ્બર મહિનામાં જ આ માટે જાહેરનામું બહાર પાડી દીધું હતું, જેનો ચુસ્ત અમલ ગુજરાત રાજ્યમાં જૂન મહિનાથી કરવામાં આવશે. હેલ્મેટ માટે સરકારે કડક કાયદો કર્યો હોવા છતાં મોટાભાગના ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ પહેરતા નથી અને કેટલાક લોકો સીસીટીવી કેમેરા તેમજ પોલીસની નજરથી બચવા માટે બ્લેક કેપ પહેરી લે છે.
પરંતુ આવતા વર્ષના જૂન મહિનાથી આ બધું ચાલશે નહીં. વાહનવ્યવહારના કમિશનરે રાજ્ય પોલીસ વડા, મહાનગરોના પોલીસ કમિશનર તેમજ પોલીસ અધિક્ષકોને જણાવ્યું છે કે, ભારત સરકારના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે વિભાગ દ્વારા ૨૬મી નવેમ્બરે સૂચના બહાર પાડવામાં આવી છે. જે મુજબ ટુ-વ્હીલર ચાલકો માટે સ્ટાન્ડર્ડ માર્ક ધરાવતા હેલ્મેટની જાેગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આ હુકમનો અમલ રાજ્યમાં ૧ જૂન, ૨૦૨૧થી કરવામાં આવશે. વાહન ચાલકો જે હેલ્મેટ પહેરે તેમાં બ્યૂરો ઓફ ઈન્ડિયન દ્વારા આપવામાં આવેલો આઈએસ માર્ક હોવો જરૂરી છે.
આ સિવાય, ઈન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે સારી ગુણવત્તાને લગતા હેલ્મેટ માટે જે સુધારા નક્કી કરવામાં આવ્યા હોય તે પણ લાગુ કરવાના રહેશે. કેટલાક કિસ્સામાં ટુ-વ્હીલરનો અકસ્માત થાય ત્યારે જાે વાહનચાલકે સારી ગુણવત્તાનું હેલ્મેટ પહેર્યું હોય તો તેનો જીવ બચી જતો હોય છે, બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને જાહેર હિતમાં ર્નિણય કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારોમાં રોડ પહોળા થતાં વાહનચાલકો બેફાન વાહન ચલાવતા થયા છે.
એક સ્ટડી પ્રમાણે, ૨૦૧૬થી ૨૦૧૯ના સમયગાળા દરમિયાન ટુ-વ્હીલર ચલાવતા ચાલકોના અકસ્માતના કિસ્સામાં કુલ ૨૭૫૫ લોકોના મોત થયા હતા. જેમાંથી મોટાભાગના વાહનચાલકોએ હેલ્મેટ પહેર્યું નહોતું. આ સમયગાળા દરમિયાન જ જાેખમી અકસ્માતના પ્રમાણમાં પણ ૬ ટકા જેટલો વધારો થયો હતો. ૨૦૧૯ના વર્ષથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ તેમજ હેલ્મેટ ન પહેરવા બદલ ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલાતો હોવા છતાં હજુ મોટી સંખ્યામાં વાહનચાલકો હેલ્મેટ પહેરતા નથી.