Western Times News

Gujarati News

ટૂંક સમયમાં જ ચંદ્રયાન-૩ ચંદ્રની તરફ રવાના થઇ શકે છે : ઇસરો

પ્રતિકાત્મક તસવીર

બેંગ્લુરૂ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ આૅર્ગેનાઇઝેશન ટૂંક સમયમાં જ ચંદ્રયાન-૩ને ચંદ્રની તરફ રવાના કરી શકે છે. સૂત્રોના મતે તેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને નવેમ્બર ૨૦૨૦ સુધીની તેની સમયસીમા પણ નક્કી કરી દેવાઇ છે. એ યાદ રહે કે સપ્ટેમ્બરમાં ઇસરોએ ચંદ્રયાન-૨ના લેન્ડરની ચંદ્રમા પર સોફ્‌ટ લેન્ડિંગ કરવાની કોશિષ કરી હતી પરંતુ તેમાં સફળતા મળી શકી નહોતી. જો કે આૅર્બિટર કામ કરી રહ્યું છે અને વૈજ્ઞાનિકોનું કહેવું છે કે એ સાત વર્ષ સુધી કામ કરતું રહેશે.

ઇસરોએ કેટલીય સમિતિઓ બનાવી છે અને પેનલની સાથે ત્રણ સબ કમિટીઓને આૅક્ટોબરથી લઇને અત્યાર સુધીમાં ત્રણ હાઇ લેવલ મીટિંગ થઇ ચૂકી છે. સૂત્રોના મતે આ મિશનમાં માત્ર લેન્ડર અને રોવર જ હશે. એટલે કે તેમાં આૅર્બિટર મોકલાશે નહીં કારણ કે ચંદ્રયાન-૨નું આૅર્બિટર પહેલેથી જ ચંદ્રની ધરતીમાં હાજર છે. મંગળવારના રોજ ચંદ્રયાન-૩ મિશન માટે ઓવરવ્યૂ કમિટીની બેઠક થઇ. તેમાં સબ કમિટીઓની ભલામણો પર ચર્ચા થઇ. સબ કમિટીઓએ સંચાલન શક્તિ, સેંસર, એન્જિનિયરિંગ અને નેવિગેશનને લઇ પોતાનો પ્રસ્તાવ આપ્યો છે.

એક વૈજ્ઞાનિકે કહ્યું કે ચંદ્રયાન-૩નું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઇસરો એ ૧૦ મહત્વપૂર્ણ બિંદુઓનો ડ્રાફ્‌ટ ખેંચી દીધો છે. તેમાં લેન્ડિંગ સાઇટ, લોકલ નેવિગેશન સામેલ છે. સૂત્રોએ કહ્યું કે ૫ આૅક્ટોબરના રોજ એક સત્તાવાર નોટિસ રજૂ કરાઇ છે. તેમાં કહ્યું છે કે એ જરૂરી છે કે ચંદ્રયાન-૨ની એક્સપર્ટ કમિટી દ્વારા કરાયેલી ભલામણો પર ધ્યાન આપીને લેન્ડરમાં ફેરફાર કરવા અને તેમાં સુધારો કરવાની દિશામાં કામ કરવામાં આવે.

એક બીજા વૈજ્ઞાનિકે કહ્યું કે નવા મિશનમાં લેન્ડરના લેગ્સ મજબૂત કરાશે જેથી ઝડપી ગતિથી ઉતરવા પર પણ તે ક્રેશ ના થાય. સૂત્રોએ કહ્યું કે ઇસરો નવા રોવર અને લેન્ડર બનાવા જઇ રહ્યું છે. તેમણે કહ્યું કે હજુ લેન્ડરના વજન અને તેમાં લગાવામાં આવેલા સાધનો અંગે ફાઇનલ ડિસીજન લીધું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.