ટૂંક સમયમાં જ ટેલીગ્રામ પર ગુજરાત હાઇકોર્ટના પરિપત્ર મળશે
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા યૂટ્યૂબ પર સુનાવણીના જીવંત પ્રસારણ સુવિધા ઉપલબ્ધ કરાવ્યા હવે ટેલીગ્રામ એપ્લિકેશન પર પરિપત્ર, નોટીસની જાણકારી પણ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેના માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક સત્તાવાર ટેલીગ્રામ ચેનલ શરૂ કરવામાં આવી છે. તેના પર એક માર્ચથી જાણકારી ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરવામાં આવશે.
મુખ્ય ન્યાયાધીશ વિક્રમ નાથ દ્રાર વકીલો તથા અન્ય લોકોને સરળતાથી જાણકારી ઉપલબ્ધ કરાવવા માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. તેના હેઠળ વેબસાઇટ સાઇટ પર પરિપત્ર, નોટિસ, કોજલિસ્ટ તથા વિવિધ નોટિફિકેશનને ઉપલબ્ધ કરવાવામાં આવશે.
હવેથી વેબસાઇટની સાથે જ ટેલીગ્રામ ચેનલ પર પણ તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ યૂટ્યૂબ પર લાઇવ સ્ટ્રીમિંગની લિંક પણ ઉપલભ્દ કરાવવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગામી સમયમાં ટેલીગ્રામ પર હાઇકોર્ટના વકીલો પર આધારિત કોલજિસ્ટ, કેસ સ્ટેટ્સ, ઓર્ડર, જજમેન્ટ્સ તથા અન્ય જાણકારીઓ પણ ઉપલધ કરાવવાની તૈયારી છે.