ટૂંક સમયમાં જ ટ્રેનની મુસાફરી મોંઘી બની શકે છે
નવી દિલ્હી, સામાન્ય લોકો માટે જીવદોરી ગણાતી ભારતીય રેલ્વે આવનારા સમયમાં ખર્ચાળ મુસાફરી સાબિત થઇ શકે છે. કારણ કે ભારતીય રેલ્વે (IR) દ્વારા હાલમાં જ લેવામાં આવેલા નીતિગત નિર્ણયો ટ્રેનનું ભાડું વધારી શકે છે. ઉદાહરણ આપીએ તો ટ્રેનનું ખાનગીકરણ જે થયું છે તે જોઇ લો.
ટ્રેનના ખાનગીકરણ પછી ઓપરેટર આ ટ્રેન ભાડું તેમની રીતે નક્કી કરવા સ્વંત્રત છે. વળી આવી ટ્રેનોમાં સેવા પણ સારી હશે. અને આજ કારણે ભાડું પણ વધુ હોવાની આશંકા છે. મની કંટ્રોલમાં છપાયેલી એક ખબર મુજબ આવનારા સમયમાં ભારતીય રેલ્વેનું ભાડું વધી શકે છે.
આ પાછળ અનેક કારણો જવાબદાર છે. વળી હાલમાં જ તહેવારોની સીઝનના ઉપલક્ષમાં સ્પેશ્યલ ટ્રેન દોડવવામાં આવી છે. ભારતીય રેલ્વે આ માટે સામાન્ય ભાવ કરતા 30 ટકા વધુ ભાવ લઇ રહી છે. તમને જણાવી દઇએ કે ભારતીય રેલ્વે હંમેશાથી ભાડા મામલે મોટી સબસીડી સરકાર દ્વારા આપવામાં આવી છે. આ કારણે તે પ્રત્યેક યાત્રી પર થઇ રહે નુક્શાન સાથે પણ પરિવહન ચાલુ રાખે છે.
હાલ તહેવારોના સમયમાં ટ્રેનના ભાડા વધતા વિરોધ પક્ષે પણ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસ સ્પોકપર્સન ગૌરવ વલ્લભે ટ્વિટ કરીને આ પર કહ્યું હતું કે મોદી સરકાર સામાન્ય લોકોના તહેવારની મજા ભાડી વધારીને બગાડી રહી છે.
જો કે આ પર ભારતીય રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું કે આ જાણકારી ખરેખરમાં ગેરમાર્ગે દોરી રહી છે અને હકીકતમાં આવું નથી તેમણે કહ્યું કે આવી ખાસ ટ્રેન તહેવાર અને ઉનાળાના સમયમાં ચલાવવામાં આવે છે.