ટૂંક સમયમાં ભારતીય ક્રિકેટ ટીમને નવા કોચ મળશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/BCCI-1024x576.jpg)
મુંબઇ, બીસીસીઆઈ આ ઓક્ટોબર મહિનામાં ઘણું વ્યસ્ત રહેવાનું છે. આ મહિને ભારતીય બોર્ડ આઈપીએલમાં બે નવી ટીમો સામેલ કરવાની છે જેમા એક અમદાવાદની ટીમ પણ શામેલ થશે. જેનું ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. જાેકે સૌથી મોટી વાત એ છે કે આ વર્ષે ટી -૨૦ વર્લ્ડ કપ ટૂંક સમયમાં શરૂ થશે.
જાેકે તે સિવાય બીસીસીઆઇ નવા કોચની પણ શોધમાં છે. જેમા આ મહિનેજ ટીમને નવો કોચ આપવામાં આવશે જેને લઈને બીસીસીઆઇ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે આ મહિનાના અંત સુધીમાં નવા કોચ તેમજ અન્ય સ્ટાફની પણ નિમણૂંક કરી લેવામાં આવશે.
જાેકે બીસીસીઆઇના એક અધિકારી દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે આ સપ્તાહના અંત સુધીમાંજ ભારતીય ટીમને નવો કોચ આપી દેવામાં આવશે. સમગ્ર મામલે તેમણે કામગીરી શરૂ કરી દીધી છે. અધિકારીના કહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડની સીરીઝ પહેલા ભારત પાસે નવો કોચ અને નવો સપોર્ટ સ્ટાફ હશે. રવિ શાસ્ત્રી હવે ટી -૨૦ વર્લ્ડકપ બાદ નહી રહે. જેની જાણકારી તેઓ પોતે આપી ચુક્યા છે. ત્યારે ભારતીય ટીમના કોચ તરીકે કોની પસંદગી કરાવામાં આવશે તે જાેવું રહ્યું.HS