ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડસ્ટ્રીઝના ૩૦૦ કરતા વધુ સંચાલકો ઓનલાઈન મળ્યા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાને કારણે દરેક સેકટરને ફટકો પડ્યો છે. તેમાં પ્રવાસન ઉદ્યોગ પણ બાકાત નથી. ટૂસ એન્ડ ટ્રાવેલ્સ ઈન્ડ્રસ્ટ્રીઝને મોટાપાયે નુકશાન થયુ છે. તેથી વૈશ્વિક સ્તરે તમામ ઉદ્યોગો તેના મોડેલમાં ફેરફાર લાવી રહી છે. હોટલો તેના કસ્ટરોને ખેચવા પ્રયાસ કરી રહી છે. મોટાભાગની હોટલ ઈન્ડસ્ટ્રીઝ અત્યારે ૩ નાઈટ પેકેઝ પર એક દિવસ ફ્રી રોકાણની સ્કીમ લાવી રહી છે.તો મેમ્બરશીપનો સમય વધારવામા આવી રહ્યો છે.
હોટલ ઈન્ડસ્ટ્રીઝ ડીસ્કાઉન્ટ આપી ટ્રાવેલીંગના અનુભવ માટે કામ કરી રહી છે. આજકાલ કોરોનાને લીધે લોકો નજીકના દરેક નાના ટુરીસ્ટ સ્થળો પર જવાનું પસંદ કરી રહ્યા છે. લોકો ગૃપ ટૂર કરતા ફેમિલી ટૂર અને લોકલ ટૂર પર પસંદગી ઉતારી રહ્યા છે. કોરોનાના કાળમાં નાગરીકો પબ્લીક ટ્રાન્સપોર્ટેશન કરતા ઓન રોડ ટ્રાવેલિંગને મહત્ત્વ આપી રહ્યા છે. આઠમી ગ્લોબલ ટ્રાવેલ્સ સમિટ ઓનલાઈન મળી હતી. જેમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના ૩૦૦ કરતા વધારે ટૂર ઓપરેટરો મળ્યા હતા.