Western Times News

Gujarati News

ટૂર ઓપરેટર ભારત ગૌરવ ટ્રેનને લીઝ પર લઈ શકશે અને ભાડું જાતે નક્કી કરી શકશે

અમદાવાદ મંડળના તમામ પ્રવાસન સ્થળોને જોડશે”ભારત ગૌરવ ટ્રેન”

ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી “ભારત ગૌરવ ટ્રેન” ચલાવવાનો નિર્ણય રેલ મંત્રાલય લેવામાં આવ્યો છે. આ માટે, પ્રવાસન ક્ષેત્રના વ્યાવસાયિકો તેમજ અન્ય રસ ધરાવતા સેવા પ્રદાતાઓ આ ટ્રેનને સરળ પ્રક્રિયાઓ અપનાવીને બુક કરી શકે છે અને જરૂરિયાત મુજબ તેનો ઓપરેટિંગ રૂટ નક્કી કરી શકે છે.

મંડળ રેલ પ્રબંધક અમદાવાદ  શ્રી તરૂણ જૈનના જણાવ્યા મુજબ, અમદાવાદ રેલ્વે વિભાગ હેઠળના પ્રવાસી સ્થળો જેમ કે ભુજ, વડનગર, ગાંધીનગર અને અમદાવાદને આ ટ્રેન દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાઈને ચલાવી શકાય છે.  તેમનું  કહેવું  છે, કે દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત ગૌરવ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી લોકો દેશની સંસ્કૃતિ અને વારસાને નજીકથી જોઈ અને સમજી શકશે. ભારત ગૌરવ ટ્રેનની સુવિધા પશ્ચિમ રેલવે અધિકારક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

આ માટે કોઈપણ ટૂર ઓપરેટર ભારત ગૌરવ ટ્રેનને લીઝ પર લઈ શકશે અને ભાડું જાતે નક્કી કરી શકશે. પ્રવાસન ક્ષેત્રના વ્યાવસાયિકો સાથે, અન્ય સેવા પ્રદાતાઓ પણ સરળ પ્રક્રિયા અપનાવીને આ ટ્રેન બુક કરાવી શકે છે. સર્વિસ પ્રોવાઇડર. સેવા પ્રદાતા તેના પોતાના બિઝનેસ મોડલને અપનાવવા અને ચાર્જેબલ ટેરિફને બરાબર  કરવા માટે મુક્ત હશે.

માર્કેટિંગ, બુકિંગ અને કેટરિંગની સુવિધા આપવા ઉપરાંતન્ય અને એજન્સી સાથે જોડાવા માટે પણ મુક્ત રહેશે નામકરણ અધિકારો અને સેવા પ્રદાતાના નામ / તૃતીય પક્ષના જાહેરાત અધિકારોને ટ્રેનની અંદર અને બહાર બંને રીતે મંજૂરી આપવામાં આવે છે આ સાથે તેના ઓપરેશનલ રૂટ પણ નક્કી કરી શકાય છે આ સાથે તેના ઓપરેશનલ રૂટ પણ નક્કી કરી શકાય છે.

ભારત ગૌરવ ટ્રેનમાં બે ગાર્ડ બ્રેકવાન સહિત ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 20 કોચ ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળા માટે બુક કરાવી શકાય છે. ભારત ગૌરવ ટ્રેન સંબંધિત વધુ માહિતી, નોંધણી અને બુકિંગ માટે ભારતીય રેલ્વેની વેબસાઈટ www.indianrailways.gov.in પર જવું પડશે. પશ્ચિમ રેલ્વે પર ટ્રેન બુકિંગ અને વિશેષ માહિતી માટે, મુખ્યાલય ચર્ચગેટના સંપર્ક નંબર 9004490952 પર સંપર્ક કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.